અમદાવાદમાં પ્રમુખસ્વામી મહોત્સવ બાદ હવે  જૈન સમુદાયનો સ્પર્શ મહોત્સવનું આયોજન થઇ રહ્યું છે. GMDC ગ્રાઉન્ડમાં 15 થી 26 જાન્યુઆરી દરમિયાન સ્પર્શ મહોત્સવ યોજાશે.


GMDC ગ્રાઉન્ડમાં ભવ્ય સ્પર્શ મહોત્સવની શરૂઆત થઇ ચૂકી છે,પદ્મ ભૂષણ અને જૈન આધ્યાત્મિક ગુરૂવિજય રત્નસુંદરસૂરીશ્વરજીના 400માં પુસ્તક વિમોચનની ઉજવણીના અવસરે અહીં સ્પર્શ મહોત્સવનુંન  કેન્દ્રીય ગૃહમંત્રી ઉદ્ઘાટન કર્યું. આ મહોત્સવ GMDC ગ્રાઉન્ડમાં 15 થી 26 જાન્યુઆરી દરમિયાન યોજાશે. 90 એકર વિસ્તારમાં સ્પર્શ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.મહોત્સવમાં 1500 ફૂટ લાંબો અને 70 ફૂટ ઉંચો શાહી એન્ટ્રી ગેટ  બનાવવામાં આવ્યો છે. બંગાળી કારીગરો દ્વારા એન્ટ્રી ગેટનું નિર્માણ થયુ છે, ગીરનારના પ્રસિદ્ધ નેમિનાથ મંદિરની 100 ફૂટની પ્રતિકૃતિ પણ  અહીં બનાવાઈ છે.ધર્મ ગુરૂના પ્રવચન સાંભળવા 25,000 લોકો બેસી શકે માટે ભવ્ય મંડપ બાંધવામાં આવ્યા છે.


અમદાવાદમાં શ્વેતાંબર સમાજના સ્પર્શ મહોત્સવની આજથી શરૂઆત થઈ છે. ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે આજથી શરૂ થયેલ સ્પર્શ મહોત્સવ 26 જાન્યુઆરી સુધી ચાલવાનો છે. 12 દીવસ સુધી ચાલનાર આ મહોત્સવમાં માત્ર ગુજરાત કે દેશ પરંતુ વિદેશમાંથી પણ શ્વેતાંબર જૈન સમાજના અંદાજે 20 લાખ અનુયાયીઓ કાર્યક્રમ સ્થળની મુલાકાત લેશે, જ્યાં નાના બાળકો સહિત તમામ લોકો માટે અલગ અલગ પ્રકારના આકર્ષણ ઊભા કરવામાં આવ્યા છે

પાછલા એક મહિનાથી અમદાવાદ શહેરમાં બીએપીએસ પ્રમુખ સ્વામી મહોત્સવ ની પૂર્ણાહુતિ થઈ છે ત્યારે આજથી જૈન સમાજના મોટા ધાર્મિક કાર્યક્રમની શરૂઆત થઈ છે. શ્વેતાંબર સમાજના મોટા અને મહત્વના ગણાતા એવા પદ્મશ્રી રત્નસુરીશ્વર આચાર્ય મહારાજના 400 માં પુસ્તકના વિમોચન પ્રસંગે આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આયોજન કોનો અંદાજ છે કે ગુજરાત સહિત દેશ વિદેશમાંથી 20 લાખથી વધારે મુલાકાત્યો કાર્યક્રમ સ્થળની મુલાકાત લેવાના છે.

હેલ્મેટ સર્કલ પાસે આવેલ ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડના 90 એકર જગ્યા પર સ્પર્શ નગરી તૈયાર કરવામાં આવી છે. જેમાં બાળકોથી લઈને મોટા માટે વિવિધ આકર્ષણો ઊભા કરવામાં આવ્યા છે. ગ્રાઉન્ડમાં ચાર જેટલા ડોમ ઉભા કરવામાં આવ્યા છે. આચાર્ય રત્નસુરિશ્વર મહારાજ સવારે 9 થી 12 પ્રવચન કાર્યક્રમ યોજાશે જે માટે 25,000 ની ક્ષમતા વાળો ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. આ સિવાય સ્પર્શ નગરીનો મુખ્ય આકર્ષણ ગિરનારમાં નેમિનાથ ભગવાન ના મંદિર જેવો આબેહૂબ પહાડ તૈયાર કરવામાં આવ્યો છે અને મંદિરમાં નેમિનાથ ભગવાનની સુંદર મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે

બાર દિવસ સુધી ચાલનાર આ કાર્યક્રમમાં સવારે 9:00 થી રાત્રે 10 વાગ્યા સુધી પ્રવચન સહિત વિવિધ કાર્યક્રમો યોજાશે. જેમા રાત્રિ દરમિયાન લેઝર એન્ડ સાઉન્ડ શો નું આયોજન પણ કરવામાં આવ્યુ છે. આ માણસોમાં 40 હજાર જેટલા સ્વયંસેવકો પોતાની સેવા આપી રહ્યા છે