માસ પ્રમોશનના પરિણામથી અસંતુષ્ટ ધોરણ ૧૨ સાયન્સના વિદ્યાર્થીઓની આજે બોર્ડ પરીક્ષા શરૂ થનાર છે. જે સમગ્ર રાજ્યમાંથી માત્ર ૬૫ વિદ્યાર્થીઓ જ આપશે. ઓછા વિદ્યાર્થી હોવાથી રાજ્યમાં માત્ર એક જ સેન્ટર અમદાવાદમા રાખવામા આવ્યુ છે. ધોરણ ૧૨ સાયન્સના નિયમિત વિદ્યાર્થીઓની મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષા રદ થયા બાદ માસ પ્રમોશનથી પરિણામ મેળવનારા ૧ લાખ ૦૭ હજાર વિદ્યાર્થીમાંથી માત્ર ૬૫ જ વિદ્યાર્થીએ પરિણામ સામે અસંતોષ દર્શાવી માર્કશીટ જમા કરાવી દીધી હતી.
આ ૬૫ વિદ્યાર્થીઓ માટે આજે વૈકલ્પિક બોર્ડ પરીક્ષા લેવાશે. જે અમદાવાદના કાંકરીયાની દિવાન બલ્લુભાઈ સ્કૂલમાં લેવામાં આવશે. અમદાવાદના સૌથી વધુ ૧૨થી વધુ વિદ્યાર્થીઓ છે. એ ગ્રુપના ૪૧ અને બી ગ્રુપના ૩૪ વિદ્યાર્થી છે. ગુજરાતી માધ્યમના ૩૪ અને અંગ્રેજી મીડિયમાના ૩૧ વિદ્યાર્થીઓ છે. ૧૪મી સુધી પરીક્ષા ચાલશે અને આ વિદ્યાર્થીઓનું પરિણામ થોડા જ દિવસમાં તૈયારી કરી રીપિટર વિદ્યાર્થીઓની અને ગુજકેટની પરીક્ષા સાથે આપી દેવાશે.
ગુજરાતમાં ધોરણ 6થી 8ની સ્કૂલો શરૂ કરવા મુદ્દે સરકારની મોટી જાહેરાત, ભુપેન્દ્રસિંહે શું કહ્યું?
ગુજરાતની રૂપાણી સરકારે રાજ્યમાં ધોરણ 6થી 8ની સ્કૂલો શરૂ કરવાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આ અંગે ચર્ચા કરવામાં આવી હતી. સ્કૂલો શરૂ કરવા મુદ્દે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ આ અંગે પત્રકારો સાથે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, 15મી ઓગસ્ટ પછી આ બાબતે નિર્ણય કરવામાં આવશે.
ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, 1 લી ઓગસ્ટ થી 9 ઓગસ્ટ દરમિયાન કરેલ કામો અને ખાત મુહર્ટ અંગે સેવા યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું. 2 ઓગસ્ટ ના રોજ 433 સેવા સેતુ કાર્યક્રમ થયા. 21 લાખ કરતા વધુ લોકો એ સેવા યજ્ઞ મા લાભ લીધો.
તેમણે જણાવ્યું હતું કે, વહીવટી તંત્રને સીએમએ અભિનંદન આપ્યા છે. 15મી ઓગસ્ટ બાદ વધુ શાળાઓના ક્લાસ ખોલવા માટે વિચારણા કરવામાં આવશે. તબક્કાવાર શાળાઓ ખોલવા મુદ્દે શિક્ષણ મંત્રીનું નિવેદન સામે આવ્યું છે. કહ્યું 15 મી ઓગસ્ટ બાદ શાળાઓના નીચેના ધોરણોના કલાસ શરૂ કરવા સંદર્ભે નિર્ણય લઈશું. અન્ય રાજ્યો કરતા વધુ સહાય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. માછીમારો, મીઠાના અગરિયાને ક્યારેય રાહત આપવામાં આવી નહોતી એ અમે આપી છે. હવે રી સર્વે ની કોઈ કામગીરી કરવામાં આવશે નહિ. સમયસર બધી જ રાહત મળી છે. અમારા સર્વેમા અમે ભાજપ કોંગ્રેસ ક્યારેય જોયું નથી. ગજેરા સ્કૂલ મા નોટિસ આપવામાં આવી છે નોટિસ નો જવાબ આવ્યા બાદ આગળ કાર્યવહી કરવામાં આવશે.