શોધખોળ કરો

સ્કૂલને બોંબથી ઉડાવી દેવાની મળતી ધમકીને લઇને રાજ્ય સરકાર એકશનમાં, ડીડીઓ કલેક્ટર સાથે બેઠક

ગુજરાતની 40 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી   16 ફેબ્રુઆરી સોમવારે મળી હતી.  જેમાં અમદાવાદની 15 સ્કૂલ અને વડોદરા શહેર-જિલ્લાની 25 સ્કૂલોનો સમાવેશ થાય છે. આ સ્કૂલને ધમકીભર્યો મેલ મળ્યા હતા જેમાં લખ્યુ હતું કે  કે, "સ્કૂલને બોંબથી ઉડાવી દેવામાં આવશે. ગુજરાત ખાલિસ્તાન બનશે

તાજેતરમાં છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતની વિવિધ સ્કૂલને બોંબથી ઉડાવી દેવાના ધમકીભર્યા મેઇલ મળે છે. આ કારણે વિદ્યાર્થી અને વાલીઓમાં ચિંતા અને અફરાતફરીનો માહોલ સર્જાય છે. નોંધનિય છે કે,ગઈકાલથી CBSEની ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થયો છે ત્યારે થોડા દિવસ બાદ ગુજરાત બોર્ડની ઘોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થશે.આ પરીક્ષાની સિઝનમાં જો ચાલુ પરીક્ષાએ શાળાને બોંબથી ઉડાવી દેવાની ધમકી મળે તો શું કરવું, આ મુદ્દે આજે બેઠક યોજાઇ છે. ગુજરાતના પ્રિન્સિપાલ સેક્રેટરી સંજીવ કુમાર આજે(18 ફેબ્રુઆરી) અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર જી.એસ. મલિક, કલેક્ટર સુજીત કુમાર, ડીઈઓ રોહિત ચૌધરી સહિત રાજ્યના તમામ પોલીસ કમિશ્નર, કલેક્ટર, ડીઈઓ, એસપી સાથે વીડિયો કોન્ફરન્સથી વાત કરશે. કાયદો અને સુરક્ષાની વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર વીડિયો કોન્ફરન્સ યોજાવાની છે જેમાં આવનારી બોર્ડની પરીક્ષાને લઈને મહત્વની ચર્ચા થાય તેવી શક્યતાઓ છે.

કઇ કઇ સ્કૂલોને મળી ધમકી?
ગુજરાતની 40 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી   16 ફેબ્રુઆરી સોમવારે મળી હતી.  જેમાં અમદાવાદની 15 સ્કૂલ અને વડોદરા શહેર-જિલ્લાની 25 સ્કૂલોનો સમાવેશ થાય છે. આ સ્કૂલને ધમકીભર્યો મેલ મળ્યા હતા જેમાં લખ્યુ હતું કે  કે, "સ્કૂલને બોંબથી ઉડાવી દેવામાં આવશે. ગુજરાત ખાલિસ્તાન બનશે, હિન્દુસ્તાનનાં ટુકડા થશે" આ ધમકી મળતાંની સાથે જ ચિંતાતૂર વાલીઓ શાળા પહોંચ્યા હતા બાળકોને રજા અપાઇ હતી. બોમ્બ-ડોગ સ્ક્વોડ અને પોલીસે તમામ સ્કૂલોમાં સર્ચ કર્યું હતું, જો કે કોઇ વાંધાજનક વસ્તુ ન મળતા રાહતનો શ્વાસ લીધો હતો. આ પહેલા ગત વર્ષે ડિસેમ્બરમાં પણ શાળાને આ પ્રકારના જ ધમકીભર્યા મેલ મળ્યાં હતા. 17 ડિસેમ્બર, 2025એ અમદાવાદ, ગાંધીનગર, કલોલ શહેરની અલગ અલગ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. ઝેબર ,ઝાયડસ, અગ્રસેન અને DAV ઇન્ટરનેશનલ સ્કૂલ સહિત 26 જેટલી સ્કૂલોને ધમકીભર્યા ઈ-મેલ મળ્યા હતા. હવે પરીક્ષાની સિઝન શરૂ થઇ ગઇ છે. આ સમયે આવા મેલ આવે તો કેવા એકશન લઇ  શકાય તે અંગે આજે બેઠક યોજાઇ રહી છે. 

નોંધનિય છે કે, સાયબર અપરાધીઓ આવા ધમકીભર્યા ઈમેઈલ મોકલવા માટે અનેક તરકીબો અપનાવે છે. તેઓ સામાન્ય રીતે ગુપ્ત ઈમેઈલ સેવાઓનો ઉપયોગ કરે છે, જેમ કે પ્રોટોનમેઈલ અથવા ટેમ્પરરી ઈમેઈલ સર્વિસ. આ સેવાઓમાં તેઓ ખોટા નામ અને વિગતો વાપરીને એકાઉન્ટ બનાવે છે, જેથી તેમની ઓળખ છુપાઈ રહે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

પૂર્વ પટ્ટામાં વિકાસનો ધોધ! CM ભૂપેન્દ્ર પટેલે બે જીલ્લાને આપી ₹1100 કરોડના વિકાસ કામોની ભેટ
પૂર્વ પટ્ટામાં વિકાસનો ધોધ! CM ભૂપેન્દ્ર પટેલે બે જીલ્લાને આપી ₹1100 કરોડના વિકાસ કામોની ભેટ
ગોપાલ ઇટાલિયાની હાજરીમાં AAP સમર્થકે કોંગ્રેસના MLA કિરીટ પટેલને કહ્યું, 'ફાવતું ન હોય તો અમારી પાર્ટીમાં આવી જાવ!'
ગોપાલ ઇટાલિયાની હાજરીમાં AAP સમર્થકે કોંગ્રેસના MLA કિરીટ પટેલને કહ્યું, 'ફાવતું ન હોય તો અમારી પાર્ટીમાં આવી જાવ!'
અમરેલીમાં ફરી કૌભાંડ: ઈંગોરાળામાંથી ઝડપાયું 220 લીટર નકલી દૂધ, ફૂડ વિભાગ અને પોલીસના સપાટાથી ભેળસેળિયાઓમાં ફફડાટ
અમરેલીમાં ફરી કૌભાંડ: ઈંગોરાળામાંથી ઝડપાયું 220 લીટર નકલી દૂધ, ફૂડ વિભાગ અને પોલીસના સપાટાથી ભેળસેળિયાઓમાં ફફડાટ
Surat: ઉમરપાડામાં 14 વર્ષીય સગીરા પર સામૂહિક દુષ્કર્મ, એક સગીર સહિત 4 નરાધમો ઝડપાયા
Surat: ઉમરપાડામાં 14 વર્ષીય સગીરા પર સામૂહિક દુષ્કર્મ, એક સગીર સહિત 4 નરાધમો ઝડપાયા
Advertisement

વિડિઓઝ

Gujarat Assembly : ફાવતું ન હોય તો AAPમાં આવી જાવ, ઇટાલિયાના સમર્થકની કિરીટ પટેલને અપીલ
Election Dates 2026 Announcement : 4 રાજ્ય અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશમાં ચૂંટણીની જાહેરાત
Gujarat By Election 2026 : ઉમરેઠમાં પેટાચૂંટણીની જાહેરાત, 23મી માર્ચે મતદાન
LPG shortage crisis: રાજ્યમાં ગેસની અછતને જોતા છારોડી SGVP એ પૂરું પાડ્યું આગોતરા આયોજનનું ઉદાહરણ
MLA Mukesh Patel: ગેસની કાળાબજારી કરતા લોકોને ધારાસભ્ય મુકેશ પટેલની ચેતવણી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
5 રાજ્યોની ચૂંટણીની તારીખો જાહેર: આસામ, કેરળ અને પુડુચેરીમાં 9 એપ્રિલે તો બંગાળમાં 23 અને 29 એપ્રિલે મતદાન
5 રાજ્યોની ચૂંટણીની તારીખો જાહેર: આસામ, કેરળ અને પુડુચેરીમાં 9 એપ્રિલે તો બંગાળમાં 23 અને 29 એપ્રિલે મતદાન
ગુજરાતમાં પેટાચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ઉમરેઠ બેઠક પર 23 એપ્રિલે થશે મતદાન, 4 મેના રોજ આવશે પરિણામ
ગુજરાતમાં પેટાચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ઉમરેઠ બેઠક પર 23 એપ્રિલે થશે મતદાન, 4 મેના રોજ આવશે પરિણામ
ગોપાલ ઇટાલિયાની હાજરીમાં AAP સમર્થકે કોંગ્રેસના MLA કિરીટ પટેલને કહ્યું, 'ફાવતું ન હોય તો અમારી પાર્ટીમાં આવી જાવ!'
ગોપાલ ઇટાલિયાની હાજરીમાં AAP સમર્થકે કોંગ્રેસના MLA કિરીટ પટેલને કહ્યું, 'ફાવતું ન હોય તો અમારી પાર્ટીમાં આવી જાવ!'
અમરેલીમાં ફરી કૌભાંડ: ઈંગોરાળામાંથી ઝડપાયું 220 લીટર નકલી દૂધ, ફૂડ વિભાગ અને પોલીસના સપાટાથી ભેળસેળિયાઓમાં ફફડાટ
અમરેલીમાં ફરી કૌભાંડ: ઈંગોરાળામાંથી ઝડપાયું 220 લીટર નકલી દૂધ, ફૂડ વિભાગ અને પોલીસના સપાટાથી ભેળસેળિયાઓમાં ફફડાટ
Israel-US Iran War:: ઇરાન સાથેના યુદ્ધ વચ્ચે આ દેશે અમેરિકાને આપ્યો ઝટકો, US આર્મી માટે બંધ કર્યું એરસ્પેસ
Israel-US Iran War:: ઇરાન સાથેના યુદ્ધ વચ્ચે આ દેશે અમેરિકાને આપ્યો ઝટકો, US આર્મી માટે બંધ કર્યું એરસ્પેસ
Nepal: ભારતીય શ્રદ્ધાળુઓથી ભરેલી બસ ખાઈમાં ખાબકી, 7 લોકોના કરૂણ મોત
Nepal: ભારતીય શ્રદ્ધાળુઓથી ભરેલી બસ ખાઈમાં ખાબકી, 7 લોકોના કરૂણ મોત
Surat: ઉમરપાડામાં 14 વર્ષીય સગીરા પર સામૂહિક દુષ્કર્મ, એક સગીર સહિત 4 નરાધમો ઝડપાયા
Surat: ઉમરપાડામાં 14 વર્ષીય સગીરા પર સામૂહિક દુષ્કર્મ, એક સગીર સહિત 4 નરાધમો ઝડપાયા
અમેરિકાની નાગરિકતા મેળવવા માટે ફેક લૂંટ ચલાવનાર 11 ગુજરાતીની ધરપકડ, જાણો શું છે ઘટના
અમેરિકાની નાગરિકતા મેળવવા માટે ફેક લૂંટ ચલાવનાર 11 ગુજરાતીની ધરપકડ, જાણો શું છે ઘટના
Embed widget