તોડકાંડ:ડમીકાંડને ઉજાગર કરતા વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે કેટલાક નેતાના નામ મીડિયા સમક્ષ રજૂ કરીને કેટલાક ગંભીર આક્ષેપ મૂક્યાં છે. ત્યારે સી આર પાટિલ બાદ  રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ  તોડકાંડ મામલે મૌન તોડતા મીડિયા સમક્ષ કેટલીક સ્પષ્ટતા કરી હતી


ડમી કાંડ અને તેમાં તોડકાંડ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહની હાલ ધરપકડ કરવામાં આવી છે. તેમના 7 દિવસના રિમાન્જ મંજૂર થયા છે. તેમના પર  1 કરોડની ખંડણીનો આરોપ છે. આ તમામ મુદ્દે રાજ્યગૃહ મંત્રી હર્ષ સંઘવીએ મીડિયા સમક્ષ વાત કરી હતી


રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ તોડકાંડ મુદ્દે મૌન તોડતા કહ્યું કે, રાજ્યના યુવાનો જે માહિતી આપે એના પર પોલીસ કામગીરી કરે છે.યુવરાજની માહિતી પર પણ સરકારે એકશન લીધા હતા.અને  કામગીરી કરવામાં આવી હતી. તોડકાંડ મામલે પણ પારદર્શી તપાસ થશે.



યુવરાજસિંહ અને તોડકાંડ મુદ્દે સી.આર.પાટિલ બાદ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પણ તોડ્યું મૌન...કહ્યું...ગુનેગારોને બચાવવા તોડ કરનારાઓ પર કાર્યવાહી થશે...આયોજનબદ્ધ રીતે ડમીના નામ છુપાવવાનો યુવરાજે  પ્રયાસ કર્યો છેય...સાચા કામની આડમાં કોઈપણ ખોટુ કામ કરે તે ચલાવી ન લેવાય. તોડકાંડ કરના સામે કાર્યવાહી થશે તે નક્કી છે. તેમણે કહ્યું કે યુવરાજે આયોજનબદ્ધ રીતે નામ છુપાવવાનો પ્રયાસ કર્યો છે. યુવરાજે આપેલા તમામ નામો પર કાર્યવાહી થઇ રહી છે. યુવરાજે આપેલા તમામ નામ પર પણ તપાસ થશે જ. હર્ષ સંધવીએ કહ્યું કે, ડમીકાંડની તપાસ દરમિયાન કોઇને પણ અન્યાય ન થાય તેની ખાસ કાળજી લેવાશે.  સરકારની પણ ભૂલ થઇ શકે છે અને તેવી કોઇ પણ ગરબડ કે ભૂલ હશે તેને ધ્યાનમાં લેવાશે. યુવરાજે રકમ લઇને નામ જાહેર નથી કર્યો પોલીસે આ મામલે સીસીટીવી ફૂટેજ સાથે પુરાવા રજૂ કર્યાં છે. ગુનેગારના નામ છુપાવવામાં આવ્યા તે પણ તપાસનો વિષય છે.


Patil Statement: તોડકાંડ મામલે સી.આર પાટિલની પહેલી પ્રતિક્રિયા, સાંભળો યુવરાજ સિંહ વિશે શું બોલ્યા


Patil Statement:ડમી પ્રકરણમો તોડકાંડ મુદ્દે વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહ પર 1 કરોડની ખંડણીનો આરોપ લાગ્યા બાદ પોલીસે તેની ધરપકડ કરી છે. યુવરાજ સિંહના સાત દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. આ મામલે આજે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટિલે પ્રતિક્રિયા આપતા યુવરાજ સિંહ પર આકરા પ્રહાર કર્યાં હતા.


સી.આર પાટિલે શું કહ્યું?


પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ આજે ભાવનગરની મુલાકાતે છે. ડમી ઉમેદવાર કાંડને લઈને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલએ આજે મીડિયા સમક્ષ વાત કરતા મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, જે વ્યક્તિ ડમી કૌભાંડની વાત કરતો હોય એ વ્યક્તિ જ પોલીસ તપાસમાં ગુનેહગાર સાબિત થાય એ મોટી ઘટના છે. રાજકીય વ્યક્તિના નામ આપવા અને પુરાવા આપવા તે બંનેમાં મોટો તફાવત  છે.યુવરાજે એવા નામ આવ્યા છે જેના  વિરૂધ કોઇ પુરાવા નથી મળ્યાં. યુવરાજે લોકોને ડરાવી ધમકાવીને  પૈસા પડાવ્યા છે. તેમણે કહ્યું કે, યુવરાજના ગુનેગારો સાથે સંબંધ હોવાથી કાંડની માહિતી મેળવતો હતો.