ગાંધીનગર: ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા આજે ઘણા મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. સૌ પ્રથમ ઘોરણ 1થી જ અંગ્રેજી શિક્ષણ આપવાની જાહેરાત કરવામાં આવી હતી ત્યાર બાદ હવે નવી માહિતી પ્રમાણે બાળકોને ભગવદ્ ગીતાના પાઠ પણ ભણાવવામાં આવશે. બાળકોને નાનપણથી સંસ્કારોના પાઠ ભણાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આજે શિક્ષણ મંત્રીએ આ અંગે પ્રેસ કોન્ફરન્સ કરીને આ અંગે માહિતી આપી હતી. ધોરણ 6થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ભગવદ્ ગીતાના પાઠ ભણાવવામાં આવશે.


ભગવત ગીતાના સિદ્ધાંતો માટેની તૈયારીઓ નવી શિક્ષણ પોલિસીમાં કરવામાં આવી છે ભગવત ગીતાનો પરિચય અભ્યાસ ક્રમમાં દાખલ કરવમાં આવશે તેવી માહિતી શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ આપી છે. ભગવત ગીતાના અલગ અલગ ભાગો ભણાવવામાં આવશે. જેમા ભગવત ગીતાના સ્લોકો, વકૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા પણ યોજવામાં આવશે.


શિક્ષણ મંત્રીએ પોતાની પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, શિક્ષણ વિભાગનું બજેટ વધાર્યુ છે.  આ ઉપરાંત ભવિષ્યની પેઢી તૈયાર કરવા માટેની કામગીરી શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવે છે. 22 ગણું વધારાનું બજેટ રાજ્ય સરકારે આ વખતે શિક્ષણ વિભાગમાં જાહેર કરાયું છે. એટલું જ નહીં છેલ્લા બે વર્ષમાં માત્ર 87 શાળાઓ જ બંધ થઈ છે અને 200 જેટલી શાળાઓ જ મર્જ થઈ છે. તેમણે વધુમાં કહ્યું કે, શૂન્ય વિધાથી વાળી જ શાળાઓ બંધ કરી છે. આ ઉપરાંત અગ્રેજી શિક્ષણને પ્રોત્સાહન આપવાનું પણ નક્કી કરાયું છે. 


હવેથી અંગ્રેજી વિષયને ધોરણ 1 અને 2 મા દાખલ કરવામાં આવશે. આગામી શૈક્ષણિક સત્રથી જ આ અંગેની અમલવારી થશે. આ માટે વિધાર્થી માટે કોઈ પાઠ્યપુસ્તક નહિ હોય, માત્ર શિક્ષણ શ્રવણ અને કથન દ્વારા વિધાર્થીઓને શીખવામામાં આવશે. જ્યારે ધોરણ 3થી અંગ્રેજી વિષયનું પાઠ્યપુસ્તક શરૂ કરવામાં આવશે. વિધાર્થીના ફ્રી પાસ માટે બજેટમાં 200 કરોડની જોગવાઈ કરવામા આવી હોવાની પણ માહિતી મંત્રી વાધાણીએ આપી છે.


તો બીજી તરફ શકરસિંહ વાઘેલાના નિવેદન પર પણ જીતુ વાઘાણીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, એક થવાનો મુદ્દો જ બતાવે છે કે તેમને હાર સ્વીકારી લીધી છે. કોંગ્રેસે હાર સ્વીકારી લીધી છે. આ ઉપરાંત પાટિદાર અગ્રણી નરેશ પટેલ અંગે પણ તેમણે પ્રતિક્રિયા આપી. જીતુ વાઘાણીએ કહ્યું કે, કોણે ક્યાં જવું ક્યાં ન જવું તે પોતાએ નક્કી કરવાનું હોય છે. નરેશ પટેલ ધાર્મિક સંસ્થા ચલાવે છે તે વડીલની ભૂમિકામાં છે.