Navsari Suicide Case: નવસારી જિલ્લાના બીલીમોરામાં આવેલા ગૌહરબાદ વિસ્તારના લીમડા ચોક નજીક આજે તાજેતરમાં 28 વર્ષીય યુવક ચિરાગ મિસ્ત્રીએ 4 શખ્સોના ત્રાસ અને પોલીસકર્મી દ્વારા જેલમાં નાખી દેવાની અપાતી ધમકીથી કંટાળીને ગળેફાંસો ખાઈ આપઘાત કરી જીવન ટૂંકાવી લીધું છે. ચિરાગે આ અંતિમ પગલું ભરતા પહેલા એક ચોંકાવનારો વીડિયો વોટ્સએપ ગ્રુપમાં શેર કર્યો હતો, ત્યારબાદ લીમડા ચોકના એક જૂના બંધ મકાનમાંથી તેનો મૃતદેહ અને ઝેરી દવાની ખાલી બોટલ મળી આવતા પોલીસે સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. 

Continues below advertisement

નવસારીના બીલીમોરા પંથકમાંથી કાયદો અને વ્યવસ્થા તેમજ માનસિક ત્રાસની ગંભીર સ્થિતિ દર્શાવતો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ગૌહરબાદ વિસ્તારમાં રહેતા 28 વર્ષના ચિરાગ મિસ્ત્રી નામના આશાસ્પદ યુવકે અગમ્ય કે સામાજિક દબાણ હેઠળ આત્મહત્યા કરી લીધી છે. જોકે આ આપઘાત સામાન્ય નથી, કારણ કે યુવકે મોતને વહાલું કરતા પહેલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપના સ્થાનિક ગ્રુપમાં એક વીડિયો સંદેશ વાયરલ કર્યો હતો.

Continues below advertisement

Rain Forecast: ગુજરાત હવામાન અપડેટ, રાજ્યના 13 જિલ્લાઓમાં આગામી કલાકોમાં વરસાદની આગાહી, યલો એલર્ટ જાહેર

વાયરલ થયેલા આ વીડિયોમાં મૃતક ચિરાગ મિસ્ત્રીએ સ્પષ્ટપણે 4 જેટલી વ્યક્તિઓ સામે ગંભીર આરોપો લગાવ્યા છે. આ વીડિયોમાં તેણે જણાવ્યું હતું કે તેને લાંબા સમયથી પ્રતાડિત કરવામાં આવી રહ્યો હતો. એટલું જ નહીં, આરોપીઓ દ્વારા એક પોલીસકર્મીની ઓળખ આપીને તેને ખોટા કેસમાં ફસાવી જેલમાં ધકેલી દેવાની સતત ધમકીઓ પણ આપવામાં આવતી હતી. આ માનસિક શોષણ અને ધમકીઓ સહન ન થતાં આખરે તેણે મોતનો માર્ગ પસંદ કર્યો હોવાની વિગતો બહાર આવી છે.

ઘટનાની જાણ થતાં જ ઘટનાસ્થળે દોડી ગયેલી બીલીમોરા પોલીસને લીમડા ચોક ખાતે આવેલા એક જૂના અને જર્જરિત મકાનમાંથી ચિરાગનો લટકતો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસને તપાસ દરમિયાન મૃતદેહની નજીકથી એક ઝેરી દવાની ખાલી બોટલ પણ મળી આવી છે, જેથી આશંકા સેવાઈ રહી છે કે ગળેફાંસો ખાતા પહેલા તેણે ઝેર ગટગટાવવાનો પ્રયાસ પણ કર્યો હોઈ શકે છે. હાલમાં પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે અને વાયરલ વીડિયોના આધારે કથિત ૪ વ્યક્તિઓ અને પોલીસ કર્મીની ભૂમિકા અંગે સઘન તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.