ગાંધીનગરઃ 800 કરોડથી વધુના કૌભાંડમાં વિપુલ ચૌધરીને સુપ્રીમ કોર્ટે રાહત આપી હતી. સુપ્રીમ કોર્ટે કોઇ પણ શરત વિના જામીન અરજી મંજૂર કરી હતી. વિપુલ ચૌધરી દૂધસાગર ડેરીમાં ગેરરીતિ મામલે જેલમાં બંધ હતા. રાજ્યના પૂર્વ ગૃહ મંત્રી અને દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી સામે 800 કરોડના કૌભાંડનો આરોપ છે. જેને લઇ  ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી.


વિપુલ ચૌધરી પર  દૂધસાગર ડેરીના ચેરમેન રહેવા દરમિયાન નિયમનું ઉલ્લંઘન કરી મિલ્ક કુલરની બલ્કમાં ખરીદી, ડેરીના ચેરમેન તરીકે હટાવાતા કરેલા કોર્ટ કેસનો ખર્ચ ડેરીમાં ઉમેરવો, ટેન્ડર વિના ડેરીના કામ કરવા, ડેરીના હોર્ડિંગ્સ ઊંચો ભાવ આપનારી કંપની પાસેથી મેળવ્યા સહિતના આરોપો હતા. તેમની પર કુલ મળીને 800 કરોડનું કૌભાંડ આચરવાનો આરોપ મૂકાયો હતો. વિપુલ ચૌધરી એ મહેસાણામાં આવેલી દૂધસાગર ડેરીના સ્થાપક માનસિંહ ચૌધરીના પુત્ર છે. વિપુલ ચૌધરી દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન છે.


Porbandar: કોંગ્રેસના દિગ્ગજ નેતાના પિતાનું અવસાન, સમગ્ર પંથકમાં શોકનો માહોલ


Porbandar News:  પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાના પિતાનું નિધન થયું છે. અર્જુન મોઢવાડિયાના પિતા દેવાભાઈ નું 96 વર્ષની વયે નિધન થયું છે. જેના કારણે પોરબંદર પંથકમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ ગઈ છે. આજે બપોરે 3 કલાકે મોઢવાડા ખાતેના નિવસ્થાનેથી તેમની અંતિમયાત્રા નીકળશે.


તાજેતરમાં ગુજરાત વિધાનસભાની યોજાયેલી ચૂંટણીમાં પોરબંદર બેઠકથી કોંગ્રેસના અર્જુન મોઢવાડિયા વિજેતા બન્યા હતા. તેમણે ભાજપ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારને હાર આપી હતી


અમરેલીના આ યુવા નેતાને બનાવશે ઉપદંડક ?  જાણો વિગત


ભારતીય જનતા પાર્ટી (BJP)ની વિક્રમી જીત બાદ નવા મંત્રીમંડળના શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ ચાલી રહી છે. ભૂપેન્દ્ર પટેલ સતત બીજી વખત ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. સોમવારે (12 ડિસેમ્બર) બપોરે 2 વાગ્યે ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડમાં નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM મોદી), કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનો અને ઘણા કેન્દ્રીય પ્રધાનો શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે


ગુજરાતમાં બીજી વખત મુખ્યમંત્રીની ખુરશી સંભાળવા જઈ રહેલા ભૂપેન્દ્ર પટેલે સ્થાનિક મ્યુનિસિપલ બોડી કક્ષાએથી રાજ્યના રાજકારણમાં સ્થાન હાંસલ કર્યું હતું. આ પહેલા પટેલ 2010 થી 2015 દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ રહી ચૂક્યા છે