સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના દેવ ચરાડી ગામે જૂથ અથડામણ મામલો વધુ ગરમાયો છે. મૃત્યુ પામનાર વ્યક્તિની ડેડ બોડીને 38 કલાક થયા બાદ પણ પરિવારજનો દ્વારા હજુ સ્વીકાર કરવામાં આવી નથી. હાલ પરિવારજનોની માંગને લઈને પી.આઈ.ને સસ્પેન્ડ કરવાના હતા, જ્યારે sp દ્વારા બદલી કરવામાં આવતા બોડી સ્વીકાર કરવામાં આવ્યો નથી. 


હાલ સરકારી હોસ્પિટલ ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે.  જ્યારે પરિવારજનોની માંગ નહિ સ્વીકાર કરવામાં આવે તો બોપરે 5 વાગે ધારાસભ્ય નોસાદભાઈ સોલંકી સહિત મોટા પ્રમાણમાં લોકો આંદોલન ઉપર બેસી જશે. હાલ સરકારી હોસ્પિટલ ખાતે પરિવાર સહિત જ્ઞાતિજનોના લોકો માંગ  સ્વીકારની અપીલ કરી રહ્યાં છે.



ધ્રાંગધ્રા તાલુકાના દેવચરાડી ગામે અલગ અલગ જ્ઞાતિના બે જૂથો વચ્ચે હિંસક અથડામણમાં અનુ.જાતિના યુવકની હત્યાનો મામલો. સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ વડા હરેશભાઈ દુધાત દ્વારા આ મામલે ફરજમાં બેદરકારી દાખવવા બદલ મહિલા પી.આઈની આંતરિક બદલી કરી. મહિલા પી.આઈ. ટી. બી. હિરાણીની તાત્કાલિક અસરથી સુરેન્દ્રનગર મહિલા પોલીસ વિભાગમાં બદલી કરવામાં આવી.
 
ફરજમાં બેદરકારી દાખવનાર પી.આઈ. તેમજ કોન્સ્ટેબલ વિરૂદ્ધ કાર્યવાહી કરવાની મૃતકના પરિવારજનો અને આગેવાનોએ કરી હતી માંગ. યુવકની હત્યા નીપજ્યાં બાદ હજુ સુધી પરિવારજનો દ્વારા મૃતકની લાશને સ્વીકારવામાં આવી નથી. મૃતકનું નામ જગદીશભાઈ પરમાર (ઉમર ૩૭ વર્ષ) છે.


Valsad : બે યુવકોએ નદીમાં ઝંપલાવી દેતા ચકકાર, ઘટનાસ્થળેથી કપડા-બાઇક મળ્યા


Valsad : પારડીમાં પાર નદીના પુલ પરથી બે યુવાનોએ નદીમાં ઝંપલાવતા ચકચાર મચી ગઈ છે. ઘટના સ્થળેથી બે જોડી કપડાં બુટ સેન્ડલ અને બાઈક મળી આવ્યા છે. એક યુવકની ઓળખ થઈ અન્ય યુવકની ઓળખ બાકી છે. પ્રદીપ રામુભાઈ કોળી પટેલ (રહેવાસી પારડી પોણિયા રોડ) હોવાની ઓળખ થઈ છે. યુવકોની શોધખોળ શરૂ કરાઇ છે. 


મોટી સંખ્યામાં પારડી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે. પારડીના માંગેલા લાઈફ સેવર ટ્રસ્ટના તરવૈયાઓની મદદ લેવાઈ રહી છે.


PFIની પરેડનું ગુજરાત કનેક્શન? અટકાયત કરાયેલા લોકોની એટીએસ તપાસ હાથ ધરી


અમદાવાદઃ ગુજરાત ATS એ અમદાવાદ , સુરત , નવસારી અને બનાસકાંઠાથી 15 લોકોની અટકાયત કરી હોવાનું સૂત્ર તરફથી જાણવા મળી રહ્યું છે. અટકાયત કરાયેલા લોકોના કનેક્શન વિદેશમાં બેઠેલા કેટલાક લોકો સાથે જોડાયેલા હોવાની શંકા સૂત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. PFIની પરેડમાં ગયેલા કે નહીં તેની ATSએ તપાસ હાથ ધરી હોવાનો સૂત્ર દાવો કરી રહ્યા છે. 


જોકે ગુજરાતમાં PFI સક્રીય નથી પણ તેની સમર્થક SDPI પાર્ટી સાથે કનેક્શન અંગે પણ તપાસ થઈ રહી હોવાનો સૂત્રો દાવો કરી રહ્યા છે.