Surendranagar: સુરેન્દ્રનગર જિલ્લામાંથી ફરી એકવાર ગેરકાયદે વેપાર ઝડપાયો છે. આ વખતે સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. માહિતી પ્રમાણે જિલ્લામાં નાયબ કલેક્ટરે મોડી રાત્રે મોટી કાર્યવાહી શરૂ કરી જેમાં લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ કર્યો, આ કાર્યવાહીમાં 15 ટ્રક સાથે 2.40 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો, આમાં 15 આઈસર અને ટ્રક સહિતના વાહનો જપ્ત કરવામાં આવતા જિલ્લામાં હડકંપ મચી ગયો છે. 

Continues below advertisement

સુરેન્દ્રનગર નાયબ કલેક્ટરે ફરી એક મોટી કાર્યવાહી કરી છે, સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે, આ કાર્યવાહી બાદ જિલ્લામાં ગેરકાયદે વેપાર કરતા શખ્સો ડઘાઇ ગયા છે. માહિતી પ્રમાણે, સુરેન્દ્રનગર જિલ્લામાં નાયબ કલેક્ટરે ગઇ મોડીરાત્રે ચોટીલા-રાજકોટ નેશનલ હાઈવે પર અચાનક કાર્યવાહી કરી, જ્યા ગેરકાયદેસર લીલા લાકડાની હેરાફેરી કરતી 15 આઈસર અને ટ્રક જપ્ત કરવામાં આવી હતી, રાત્રીના 12 વાગ્યેથી સવારના 4 વાગ્યા સુધી હાથ ધરાયેલી આ તપાસમાં કૂલ 2.40 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ પકડાયેલા વાહનો પાસે કોઈ પ્રકારની પરવાનગી, વાહતુક પાસ કે લાકડા કાપવાની મંજૂરી ન હતી, તેના વિના જ લીલા લાકડાની હેરાફેરી કરતા હતા, આ તમામ ગેરકાયદેસર પ્રવૃત્તિ સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન ધારો 1951 ઉલ્લંઘન છે, જપ્ત કરાયેલા 15 વાહનો સહિતનો મુદ્દામાલ ચોટીલા મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવ્યો છે.

અગાઉ ગેરકાયદે બાંધકામ તોડવાની કાર્યવાહી કરાઇ હતીગુજરાતમાં અનેક ઠેકાણે બુટલેગરો અને અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલા ગેરકાયદે બાંધકામો તોડીને સરકારી જમીનને ખુલ્લી કરવામાં આવી રહી છે. જ્યાં પણ ગેરકાયદે દબાણો ખડકી દેવામાં આવ્યા છે ત્યાં તંત્રનુ બુલડોઝર ફરી વળ્યું છે. સુરેન્દ્રનગરના થાનગઢ શહેર ભાજપ પ્રમુખ મુળુભા ગઢવીએ નાયબ કલેક્ટરને ભૂમાફિયાનું બાંધકામ નહીં તોડવા બે હાથ જોડીને વિનંતી કરી હતી. સુરેન્દ્રનગરના થાનગઢના ભડુલામાં ભૂમાફિયા ભરત અલગોતર દ્વારા ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું હતું. આ બાંધકામ તોડવાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરમિયાન ભૂમાફિયાએ મામલતદાર પર હુમલો કર્યો હતો. થાનગઢ નાયબ મામલતદાર અને ટીમ પર હુમલો અને ફરજમાં રૂકાવટની ફરિયાદ બાદ ચોટીલા ડેપ્યુટી કલેક્ટર અને ટીમ દ્વારા ભૂમાફિયાઓના ગેરકાયદેસર ફાર્મ અને વે-બ્રીજ ને તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.                             

Continues below advertisement