સુરેન્દ્રનગર: વઢવાણ ગણપતિ ફાટસર પાસે સ્થાનિક રહીશોએ પ્રાથમિક સુવિધાઓ ન મળતા ચક્કાજામ કર્યો હતો. ગણપતિ ફાટસર પાસે આવેલ કંકુ પાર્ક સહિત આસપાસના વિસ્તારોમાં રોડ, ગટર અને સફાઈ સહિતની સુવિધાઓ ન મળતા ચક્કાજામ કરી વિરોધ કર્યો હતો. અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ ન આવતા તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી રહીશોને સમજાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.
વઢવાણના કેટલાક વિસ્તારમા જાણે હજુ પણ વિકાસ ન પહોંચ્યો હોય તેમ રસ્તા, પાણી, ગટર જેવી પ્રાથમીક સુવિધાથી વંચીત રહેતા રહીશોને ના છુટકે ચક્કાજામ કરવાનો માર્ગ અપનાવવો પડે છે. વઢવાણના ગણપતિ ફાટસર વિસ્તારમાં રહેતા રહીશોએ પ્રાથમીક સુવિધાઓ માટે રજુઆતો કરીને થાકયા પછી ચક્કાજામ કર્યો હતો.
વઢવાણના ગણપતિ ફાટસર વિસ્તારમાં રસ્તા, પાણી, ગટર જેવી પ્રાથમીક સુવિધાઓના અભાવે રહીશો પારાવાર પરેશાની વેઠી રહ્યા છે ચોમાસામાં આ વિસ્તારની હાલત બદતર બની જાય છે. વરસાદી પાણીના નિકાલના અભાવે પાણી ભરાવાની, કાદવ કિચડ થવાની સમસ્યા ઉભી થાય છે. પરિણામે બાળકો, મહિલાઓ, વૃદ્ધો ખુબજ હેરાન થાય છે. આ વિસ્તારના જાગૃત નાગરીકો દ્વારા અવાર નવાર તંત્રવાહકોને રજુઆતો કરવામાં આવી છે.
ભૂપેન્દ્ર પટેલે સરકાર બનાવવાનો રાજ્યપાલ સમક્ષ દાવો કર્યો રજૂ
ગુજરાતમાં ફરી એક વખત ભૂપેન્દ્ર પટેલને સત્તાની બાગડોર સોંપવામાં આવી છે. ધારાસભ્ય દળની બેઠકમાં પ્રસ્તાવ મંજૂર થયા બાદ તેમણે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે મળીને સરકાર રચવાનો દાવો રજૂ કર્યો હતો. નવી સરકાર રચવા માટે પાર્ટીએ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડા અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી યેદીયુરપ્પાની નિરીક્ષકો તરીકે નિમણુંક કરી છે.
આજે કમલમમાં ધારાસભ્ય દળની બેઠક યોજાઈ હતી. આ બેઠક માટે ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ સહીત ભાજપના નેતાઓ કમલમ ખાતે પહોંચ્યા હતા. આ બેઠકમાં નાણાં મંત્રી કનુ દેસાઈએ ધારાસભ્ય દળના નેતા તરીકે પ્રસ્તાવ મુક્યો હતો. જેમાં સર્વ સંમિતિથી ભુપેન્દ્ર પટેલની મુખ્યમંત્રી તરીકે પસંદગી કરવામાં આવી છે. ભુપેન્દ્ર પટેલ ગુજરાતમાં બીજી વખત મુખ્યમંત્રી તરીકે પસંદ થયા છે. હવે 12મી ડિસેમ્બરે નવી સરકારની શપથવિધી યોજાશે.
12 ડિસેમ્બરે શપથવિધિ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજભવન ખાતે રાજ્યપાલને રાજીનામું આપ્યા બાદ હવે નવી સરકારની 12 ડિસેમ્બરે ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ પર શપથવિધિ યોજાશે. જેની તૈયારીઓ જોરશોરથી કરવામાં આવી રહી છે. તે ઉપરાંત ભાજપમાં પણ કમલમ ખાતે નવી સરકારની શપથવિધીને લઈને તૈયારીઓ શરૂ કરાઈ છે. નવી સરકારમાં કોને મંત્રી પદ મળશે તેની પણ ચર્ચાઓ જોરશોરથી શરૂ થઈ ગઈ છે. ત્યારે શપથવિધીમાં વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત ગુજરાતની ચૂંટણીમાં પ્રચાર માટે આવેલા ભાજપના સ્ટાર પ્રચારકો પણ ઉપસ્થિત રહેશે.