સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકાના જામવાડી ગામે શિવ મંદિરમાં ગુપ્ત ધનની લાલચમાં મંદિરમાં કોઈએ 6 ફૂટ જેટલો ઉંડો ખાડો કરી નાંખતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. ગુપ્ત ધન મેળવવાની લાલચમાં 1200 વર્ષ પ્રાચીન શિવ મંદિરમાં તોડફોડ કરવામાં આવતાં લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. 




નંદી અને શિવલિંગને દૂર કરીને પાંચથી છ ફૂટ ઊંડો ખાડો કરવામાં આવ્યો છે. થાન મામલતદાર અને પોલીસ વિભાગના અધિકારીઓ સ્થળની તપાસ કરવા દોડી ગયા હતા. કોઈ  ગુપ્ત ધનની લાલચમાં મંદિરને નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. થાન મામલતદાર, પોલીસ વિભાગ, વિશ્વ હિન્દુ પરિષદ, સરપંચ અને સ્થાનિક લોકો મંદિરની મુલાકાતે દોડી આવ્યા હતા. 




Mehsana : મોબાઇલમાં બ્લાસ્ટ થતાં યુવતીનું મોત, તમે પણ આ રીતે મોબાઇલ વાપરતા હો તો ચેતી જજો


મહેસાણાઃ જો તમે પણ મોબાઇલ ચાર્જિંગમાં રાખીને ફોન વાપરતા હોય તો ચેતી જજો નહીંતર જીવ ખોવાનો વારો આવી શકે છે. મહેસાણાના બહુચરાજીમાં મોબાઇલમાં બ્લાસ્ટ થતા યુવતીનું મોત થયું છે. બહુચરાજીના છેટાસણા ગામનો આ બનાવ છે. આ મોબાઈલ વાપરતા લોકો માટે સાવધાનીનો કોલ આપતી ઘટના છે. 


શ્રદ્ઘા  દેસાઇ નામની યુવતી ચાર્જિંગમાં મોબાઈલ ભરાવી વાત કરતા સમયે બ્લાસ્ટ થયો હતો. મોબાઈલ ફાટતા યુવતીનું મોત નીપજ્યું છે.  પરિવારજનો તેમજ ગ્રામજનોમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. 


India Corona Update : દેશમાં આજે 43,509 કેસ નોંધાયા, રિકવરી રેટ 97.38 ટકા
નવી દિલ્લીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં નવા 43,509 કેસ નોંધાયા હતા. આ સાથે દેશમાં અત્યારે કોરોનાના કુલ એક્ટિવ કેસ 4,03,840 છે. તેમજ ભારતનો રિકવરી રેટ 97.38% છે, તેમ હેલ્થ અને ફેમિલી વેલ્ફેર મિનિસ્ટ્રી તરફથી જણાવવામાં આવ્યું હતું. 



એકબાજુ જ્યાં દેશમાં દરરોજ નવા કોરોના કેસોની સંખ્યા ઘટી રહી છે, ત્યારે કેરાલામાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. કેરાલા દેશનુ પહેલુ રાજ્ય બની ગયુ છે જ્યાં છેલ્લા 50 દિવસમાં પહેલીવાર 20 હજારથી વધુ નવા કેસો સામે આવ્યા છે. કેરાલામાં મંગળવારે કૉવિડ-19ના 22,129 નવા કેસો સામે આવ્યા છે, ત્યારબાદ કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 33,05,245 થઇ ગઇ છે. વળી તપાસ સંક્રમણ દર (ટીપીઆર) ફરીથી 12 ટકાને પાર થઇ ગયો છે. 


રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 156 દર્દીઓના મોત થયા બાદ મૃતકોની સંખ્યા વધીને 16,326 થઇ ગઇ છે. 13,145 દર્દીઓના સંક્રમણ મુક્ત થયા બાદ કુલ સ્વસ્થ થયેલા લોકોની સંખ્યા વધીને 31,43,043 થઇ ગઇ છે. રાજ્યમાં કુલ 1,45,371 એક્ટિવ કેસો છે. રાજ્યમાં પાંચ જિલ્લાઓમાં સંક્રમણના 2,000 થી વધુ કેસો સામે આવ્યા છે. સૌથી વધુ 4,037 કેસો મલ્લાપ્પુરમમાંથી નોંધાયા છે. 


આ પછી ત્રિશૂરમાં 2,623, કોઝિકૉડથી 2,397 અને અર્નાકુલમથી 2,352 અને પલ્લકડથી 2,115, કોલ્લમથી 1,914 અને કોટ્ટાયમથી 1,136, તિરુવનંતપુરમથી 1,100, કન્નૂરથી 1,072 અને અલપ્પુઝાથી 1,064 કેસો સામે આવ્યા છે. જાહેરાતમાં બતાવવામાં આવ્યુ કે નવા દર્દીઓમાં 116 સ્વાસ્થ્ય કર્મીઓ છે.