ગીર સોમનાથ જિલ્લામાં આભ ફાટ્યું હતું. છેલ્લા 24 કલાકમાં સુત્રાપાડા અને વેરાવળમાં 20-20 ઇંચ વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદથી જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઇ રહ્યુ છે. સુત્રાપાડામાં 24 કલાકમાં સાંબેલાધારા  20 ઈંચ વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદના કારણે વેરાવળમાં અનેક લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા હતા. અનેક વાહનો પાણીમાં ડૂબી ગયા હતા.




ગીર સોમનાથમાં સુત્રાપાડાના પસનાવડા ગામે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા લોકો ઘરમાં રહેવા મજબૂર બન્યા હતા.


છેલ્લા 24 કલાકમાં વેરાવળમાં 20 ઈંચ વરસાદ ખાબક્યો હતો. તાલાલા અને કોડીનારમાં 24 કલાકમાં 12 ઈંચ કરતા વધુ વરસાદ વરસ્યો હતો. સુત્રાપાડાના ઘામરેજ ગામમાં ભારે વરસાદના કારણે આરોગ્ય કેન્દ્ર અને શાળામાં પાણી ભરાયા હતા. ગામમાં હિરણ નદીના પાણી ફરી વળ્યા હતા.


તાલાલા અને કોડીનારમાં 24 કલાકમાં 12 ઈંચ કરતા વધુ વરસાદ વરસ્યો હતો. વેરાવળ, સુત્રાપાડા અને તાલાલામાં અનેક ઠેકાણે પાણી ભરાયા હતા. વેરાવળના રહેણાંક વિસ્તાર અને બજારોમાં પણ પાણી ભરાયા હતા. આભ ફાટતા વેરાવળમાં જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું.




ગીર સોમનાથની તમામ નદી-નાળામાં પાણીની ભારે આવક થઇ રહી છે. ગીર સોમનાથ કોડીનાર હાઈવે પર પણ પાણી ભરાયા હતા. વેરાવળના સોનિયારા, કાજલી, મીઠાપુરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. સોનિયારા ગામે મોકલવામાં NDRFની ટીમ મોકલવવામાં આવી હતી.


વેરાવળ રેલવે સ્ટેશન પાસેની સોસાયટીમાં પાણી ભરાયા હતા. તાલાલાની નદીઓમાં પાણી સાથે મગરો પણ દેખાયા હતા. સુત્રાપાડા તાલુકામાં સીઝનનો 150 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે વેરાવળ તાલુકામાં સીઝનનો 135 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. વેરાવળ-કોડિનાર હાઈવે પર વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો. આજે પણ ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.


રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના અનેક ગામડાઓમાં ધોધમાર વરસાદ પડ્યો છે. જામકંડોરણા તાલુકા અને કાલાવડ તાલુકા વચ્ચે આવેલા ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.  જામકંડોરણા તાલુકાના થોરીયાળી, સાતુદડ,વાવડી સહિતના ગામડાંઓમા નદીઓ બે કાંઠે થઈ છે. રાજકોટના ધોરાજીમાં આભ ફાટ્યું છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ જોવા મળી રહ્યું છે. ઘોરાજીમાં 9 ઈંચ વરસાદ ખાબકતા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે.  બહારપુરા વિસ્તારમાં પાણી ફરી વળ્યા છે. લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા છે. કુંભારવાડા, વડલીચોક સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે.


Join Our Official Telegram Channel:


https://t.me/abpasmitaofficial