Arvind Kejriwal Gujarat Visit: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને હાલમાં રાજયમાં એક બાદ એક મોટા નેતાઓના પ્રવાસ વધી ગયા છે. હાલમાં દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલ અને રાજસ્થાનના સીએમ અશોક ગહેલોત ગુજરાતની મુલાકાતે છે. આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલે આજે કચ્છમાં લોકો સાથે સંવાદ કર્યો હતો અને પાંચ ગેરેન્ટી પણ આપી હતી.
જો કે આજે કેજરીવાલની સભામાં એક અલગ દ્રશ્ય જોવા મળ્યું હતું. કેજરીવાલ સાથે વાત કરતા કચ્છનો એક યુવાન બેરોજગારી મુદ્દે ગુસ્સે થઈ ગયો હતો અને પછી તેમણે અરવિંદ કેજરીવાલ સામે હાથ જોડીને વિનંતી પણ કરી હતી. તેમણે કહ્યું કે મારી ઉંમર 22 વર્ષની છે. આ ઉંમરે મારે ભણવાનું હોય પરંતુ પરિસ્થિતિને કારણે મારે સાતમાં ધોરણથી અભ્યાસ છોડી દેવો પડ્યો હતો. બેરોજગારી મુદ્દે યુવાનની વ્યથા સાંભળી હોલમાં હાજર સૌ કોઈ લોકો ચોંકી ગયો હતો.
કેજરીવાલની મોટી જાહેરાત
દિલ્હીના મુખ્યમંત્રી અરવિદ કેજરીવાલ ભુજ પહોંચ્યા હતા. તેમણે આ સમયે જાહેરાત કરી હતી કે, ગુજરાતમાં પાંચ ગેરન્ટી આપી હતી. ગુજરાતમાં જન્મેલા દરેક બાળકને ફ્રી અને સારું શિક્ષણ અપાશે. નવી સરકારી સ્કૂલો બનાવીશું. મોટા પ્રમાણમાં સ્કૂલો ખોલીશું. બધી પ્રાઈવેટ સ્કૂલોનું ઓડિટ કરાવીશું. પૈસા વધુ લીધા હશે, તેમની પાસે પૈસા પરત કરાવીશું. પ્રાઇવેટ સ્કૂલને ફી વધારવી હશે તો સરકારની પરમીશન લેવી પડશે. સ્કૂલો પુસ્તકો તેમની પાસેથી જ લેવાની ફરજ પાડી શકાશે નહીં. હંગામી શિક્ષકોને કાયમી કરાશે. શિક્ષકોને અન્ય કોઈ ડ્યુટી નહીં આપવામાં આવે. વિદ્યાસહાયકોના તમામ પ્રશ્નો હલ કરવામાં આવશે.
સેવન સ્કાય હોટેલના કોન્ફરન્સ હૉલમાં શાળા-કૉલેજના છાત્રો, શિક્ષકો અને અધ્યાપકો,શિક્ષણવિદ્દો તેમજ છાત્ર સંગઠનો સાથે શિક્ષણને લગતાં પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરી હતી. આ પછી તેમણે સંબોધન કરતાં કહ્યું હતું કે, શિક્ષકોને નોન-ટિચિંગ કામ આપવું જોઇએ નહીં. પ્રાઇવેટ સ્કૂલોવાળાએ લૂંટ મચાવી દીધી છે. જોકે, બધી સ્કૂલો એવી નથી, તેમ પણ તેમણે ઉમેર્યું હતું. તેમણે આ સમયે ગુજરાતમાં ફીસ કમિટી પર પ્રહાર કર્યા હતા. તેમણે આક્ષેપ લગાવ્યો કે, નેતાઓ દ્વારા પ્રાઇવેટ સ્કૂલો ચલાવાય છે. તેમણે કહ્યું કે, ગુજરાતમાં 44 લાખ વિદ્યાર્થીઓ પ્રાઇવેટ સ્કૂલોમાં ભણે છે. મજબૂરીમાં વાલીઓ સરકારી સ્કૂલોમાં વિદ્યાર્થીઓને મોકલે છે. તેમણે કહ્યું કે, દરેક ભારતીય અમીર બનશે ત્યારે ભારત અમીર બનશે.
દિલ્હી માં પણ ગુજરાત જેવા હાલ હતા જેટલી આજે ગુજરાતની છે. દિલ્હી ઠીક કરી છે તો ગુજરાત પણ ઠીક કરી દઈશું. ભાજપ અને કોંગ્રેસ વારાએ છેલ્લા ઘણા સમયથી કંઈ નથી કર્યું એટલે આમ આદમી આવું પડ્યું. ભુજના એરપોર્ટ રોડ ઉપર આવેલ સેવન સ્કાય હોટેલ પહોંચ્યા હતા. ઇસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા સહિત આપના કાર્યકરો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. સેવન સ્કાય હોટેલના કોન્ફરન્સ હૉલમાં શાળા-કૉલેજના છાત્રો, શિક્ષકો અને અધ્યાપકો,શિક્ષણવિદ્દો તેમજ છાત્ર સંગઠનો સાથે શિક્ષણને લગતાં પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરી હતી.