Vyara NagarPalika President Cut Birthday Cake: 30 ઓક્ટોબર રવિવારે સાંજે મોરબીમાં સર્જાયેલી બ્રિજ દુર્ઘટનાને લઈ આજે 2 નવેમ્બરે રાજ્યવ્યાપી શોક જાહેર કરવામાં આવ્યો. આજે રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ રાજ્યવ્યાપી શોક વચ્ચે ભાજપ શાસિત વ્યારા નગર પાલિકાના પ્રમુખના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.
નગર પાલિકામાં કાપવમાં આવી જન્મદિવસની કેકઃ
વ્યારા નગરપાલિકાના પ્રમુખ સેજલ રાણાનો આજે 2 નવેમ્બરના રોજ જન્મદિવસ હતો. મહત્વનું છે કે, મોરબી બ્રિજ દુર્ઘટનાના કારણે રાજ્યવ્યાપી શોક જાહેર કરવામાં આવ્યો છે છતાં પાલિકા પ્રમુખના જન્મદિવસની ઉજવણી નગર પાલિકા ખાતે કેક કાપી કરવામાં આવી હતી. જન્મદિવસની કેક કાપવામાં આવી હતી અને આ દરમિયાન પાલિકાના ચીફ ઓફિસર અને ભાજપ શહેર સંગઠન ભાજપ પ્રમુખ હાજર રહ્યા હતા. કેક કાપતી વખતે ફોટો અને વીડિયો પણ બનાવામાં આવ્યા હતા જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. વીડિયો વાયરલ થયા બાદ સવાલ થઈ રહ્યા છે કે, સમગ્ર રાજ્યમાં જ્યારે શોકની લાગણી છે ત્યારે નગરપાલિકાના પ્રમુખે બર્થ ડે કેક કેમ કાપી?
પાલિકાના પ્રમુખે શું કહ્યું?
વ્યારા નગરપાલિકાના પ્રમુખ સેજલ રાણાને આ અંગે પ્રશ્ન પુછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે, "એવી ઉજવણી જેવું કંઈ કરવામાં આવ્યું નહોતું, અમે આજે તો શોક પાળ્યો છે અમે. કાર્યકર્તાઓ કેક લઈને આવ્યા હતા. મેં કેક કાપવાની ના પાડી છતાં કાર્યકર્તાઓએ કહ્યું કે કેક લાવ્યા છીએ તો બેન કેક કાપો. એટલે મેં કેક કાપી હતી. એ સમયે ફોટો પણ પાડવામાં આવ્યા હતા જે તેમણે મુક્યા હતા. જો કે અમે સમગ્ર નગરપાલિકાએ આજે શોક પાળ્યો છે."
સુરતના ઉદ્યોગપતિની મોટી જાહેરાત
સુરતના ઉદ્યોગપતિની મોટી જાહેરાત. બ્રિજ દુર્ઘટનામાં જે પણ બાળકો નિરાધાર થયા હોય એવા બાળકોની સંપૂર્ણ જવાબદારી સુરતના ઉદ્યોગપતિ વસંત ગજેરા ઉપાડશે. મોરબી હોનારતમાં હોનારતમાં નિરાધાર બાળકો જ્યાં સુધી પગ ભર ના થાય ત્યાં સુધીની સંપૂર્ણ જવાબદારી ઉદ્યોગપતિ વસંત ગજેરા ઉઠાવશે. વસંત ગજેરાની સંસ્થા વાત્સલ્ય ધામમાં શિક્ષણ આપવામાં આવશે
આ પણ વાંચો....
બનાસકાંઠા: PM મોદીની સભામાં મંડપનો નટ-બોલ્ટ ખોલતા યુવક સામે કાર્યવાહી, શા માટે ખોલ્યો નટ-બોલ્ટ?