ગાંધીનગર: શિક્ષક યોગ્યતા કસોટી TET-1 નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઇટ પર જઈને પરિણામ જોઇ શકે છે. અંદાજે 87 હજાર ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. 16મી એપ્રીલ 2023ના રોજ  TET 1ની પરીક્ષા લેવાઈ હતી.  ધોરણ 1થી5માં શિક્ષક બનવા માટે TET 1 પરીક્ષા લેવાય છે. શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે ટ્વીટ કરી માહિતી  આપી છે.  રાજ્ય શિક્ષણ બોર્ડની વેબસાઇટ પરથી પરિણામ જાણી શકાશે.


16 એપ્રિલના રોજ પરીક્ષા યોજાઈ હતી



શિક્ષક બનવા માટેની  ટેટની પરીક્ષા એપ્રિલમાં યોજાઈ હતી. ટેટ -1ની પરીક્ષા  16 એપ્રિલ અને ટેટ- 2ની પરીક્ષા 23 એપ્રિલે યોજાઈ હતી. ઉલ્લેખનિય છે કે, અંદાજે 86 હજાર વિધાર્થીઓ TET 1ની પરીક્ષા અને TET 2ની પરીક્ષા 2.72 લાખ જેટલા ઉમેદવારો આપી હતી.  આપને જણાવી દઈએ કે, વર્ષ 2018 બાદ TET-TAT પરીક્ષાની કોઇ પરીક્ષા યોજાઇ નથી. 


ટેટ 1 પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા ઘણી તૈયારીઓ કરવામાં આવી હતી. પરીક્ષામાં ગેરરીતિ ન થાય તેના માટે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં વપરાતી ટેક્નોલોજીનો પ્રથમવાર સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગ થયો હતો. 


કાળઝાળ ગરમીમાં બાળકો, સગર્ભા મહિલાઓ અને વૃદ્ધોએ બહાર નિકળવાનું ટાળવું


ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે.  રાજ્યમાં તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આકાશમાંથી અગનજ્વાળા વરસી રહી છે. એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં આજે ભીષણ ગરમી પડશે. કાળઝાળ ગરમીમાં બાળકો,  સગર્ભા મહિલાઓ અને વૃદ્ધોએ બહાર નિકળવાનું ટાળવું જોઈએ. રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. હવામાન વિભાગ દ્વારા લોકોને કામ વગર બહાર ન નિકળવા અપીલ કરવામાં આવી રહી છે.  આવતીકાલથી ગરમીમાં થોડી રાહત અનુભવાશે.  આજે રાજ્યના 16 શહેરમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર રહ્યો છે. 


અમદાવાદ,  કંડલા, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર,  કેશોદ   ડીસા, વલ્લભ વિદ્યાનગર   અને વડોદરા સૌથી ગરમ રહ્યા છે. આ   તમામ શહેરોમાં 44 ડિગ્રી તાપમાન નોંધાયું છે. 


11થી 16 મે સુધી સૌરાષ્‍ટ્રના અનેક જિલ્લાઓમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. ગરમીના દિવસોમાં લુની અસરથી બચવા લોકોએ  હીટવેવ દરમિયાન બહાર નિકળવાનું ટાળવું જોઈએ.   શરીર અને માથું બરાબર રીતે ઢાંકીને રાખવા જોઈએ.  સફેદ અને ખુલ્લા કપડા પહેરવા જોઈએ. આ સાથે જ કાળઝાળ ગરમીથી બચવા માટે છત્રીનો ઉપયોગ કરવો જોઈએ.