બનાસકાંઠા: પોતાના વિસ્તારની વિવિધ માગોને લઈને આમરણાંત ઉપવાસ પર બેઠેલા થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુતની તબિયત લથડી છે. આમરણાંત ઉપવાસના 4 દિવસે ગુલાબસિંહની તબિયત લથડી હોવાની માહિતી સામે આવી છે. ધારાસભ્ય ગુલાબસિંહ સ્થાનિક પ્રશ્નોના નિરાકરણ માટે ઉપવાસ આંદોલન કરી રહ્યા છે. ગુલાબસિંહના સમર્થનમાં સ્થાનિક આગેવાનોથી લઈને કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પણ આવ્યા હતા
ચાર દિવસથી ધારાસભ્ય કરી રહ્યા છે ઉપવાસ આંદોલન
થરાદના કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે આમરણ ઉપવાસની શરૂઆત કરી છે. થરાદ મામલતદાર કચેરી આગળ સમર્થકો અને કોંગ્રેસના આગેવાનો સાથે રાખી આજથી થરાદ વિધાનસભાના પડતર પ્રશ્નોને લઈને ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત ધરણા ઉપર બેઠા છે.
વિધાનસભાની ચૂંટણીના વર્ષમાં અનેક આંદોલનો હાલ સરકાર સામે જોવા મળી રહ્યા છે ત્યારે આજે થરાદ મતવિસ્તારના પડતર પ્રશ્નોને લઈને ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુત પણ આમરણ ઉપવાસ ઉપર બેઠા છે. વિવિધ મુદ્દાઓને લઈને આજે ધરણીધર ભગવાનને પત્ર લખી સરકારને સદબુદ્ધિ આપે તેવી માંગ કર્યા બાદ ઉપવાસ આંદોલનની શરૂઆત કરી છે. 10 જેટલા પડતર પ્રશ્નોને લઈને ગુલાબસિંહ રાજપુતે આમરણ ઉપવાસની શરૂઆત કરી છે..
થરાદ વિધાનસભાના 97 ગામોને નર્મદા કમાન્ડ એરિયામાં સમાવેશ કરવા બાબત, થરાદ વિધાનસભાના કાચા રસ્તા પાકા બનાવવામાં બાબત, થરાદના નાગલા ડોડગામ અને ખાનપુર ગામોને પૂર્ણવર્સન બાબત, સુજલામ સુફલામ કેનાલમાં બારેમાસ પાણી આપવા બાબત, જમીન રી સર્વે,ગરીબ પરિવારને પ્લોટ અને રહેઠાણ, દલિત સમાજની સ્મશાન ભૂમિ નિમ કરવા બાબત અને થરાદ રેફરલ હોસ્પિટલને આધુનિક બનાવવા બાબત અને ગૌશાળા અને પાંજરાપોળને 500 કરોડની સહાય આપવા બાબતને લઈને ધારાસભ્ય ગુલાબસિંહ આમરણ ઉપવાસ ઉપર આજથી શરૂઆત કરી છે. વિવિધ પડતર પ્રશ્નોને લઈને મોટી સંખ્યામાં સમર્થકો અને કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉમટી પડ્યા છે ત્યારે વિવિધ માગોને લઈને દર દિવસે પાંચ ગામોના લોકો દ્વારા સમર્થન પણ કરવામાં આવી રહ્યું છે. આજે પૂર્વ વિસ્તારના ગામડામાંથી અનેક આગેવનોએ પણ હાજરી આપી છે.
ધારાસભ્ય ગેનીબેન ઠાકોર આવ્યા સમર્થનમાં
થરાદ ધારાસભ્ય ગુલાબ સિહ રાજપૂતના ઉપવાસ આંદોલન સમર્થનમાં વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પહોંચ્યા છે. થરાદ ધારાસભ્ય દ્વારા ભગવાનને લખાયેલા પત્ર મામલે ગેનીબેન ઠાકોરએ નિવેદન આપ્યુ છે. જ્યાંરે જયારે અતિરેક થાય છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પૃથ્વી પર આવે છે તેવું નિવેદન ગેનીબેને આપ્યું છે. યદા યદા હી ધરમસ્ય શ્લોલકો ઉલ્લેખ પણ તેમણે કર્યું હતો. જયારે અતિરેક થાય ત્યારે ભગવાન પણ માફ કરતો નથી ત્યારે ભગવાન આ પ્રસાસનનું પુરૂ કરે તેવી પ્રાર્થના કરૂ છું.