દેવભૂમિ દ્વારકા: બિપરજોય વાવાઝોડાની અસર દરિયાકાંઠે જોવા મળી રહી છે. દ્વારકા સ્થિત દૂરદર્શનનાં હાઇપાવ૨ ટ્રાન્સમીટ૨નો ટાવર 12 તારીખે ક્ષતિગ્રસ્ત થયો હતો. 90 મીટર ઉંચો આ ટાવર વાવાઝોડાંને કા૨ણે ધરાશાયી થાય તો ભારે તારાજી સર્જાવાની શક્યતા હતી.જેને લઈને જીલ્લા વહીવટી તંત્રે મામલતદા૨ મા૨ફત આ ક્ષતિગ્રસ્ત ટાવરને તાત્કાલિક ઉતારી લેવા વિનંતી કરી હતી.
આકાશવાણી-રાજકોટના ઉપમહાનિર્દેશક ૨મેશચંદ્રે તાત્કાલિક દિલ્હી સ્થિત ઉચ્ચ અધિકારીઓનો સંપર્ક કરીને આ ટાવરને તોડી પાડવા મંજૂરી માંગી હતી. પ્રસારભારતીના સીઇઓ ગૌરવ દ્વિવેદીએ તાત્કાલિક મંજૂરી આપતાં તારીખ 13 સવા૨થી ૨મેશચંદ્ર ઉપરાંત ઉપ નિર્દેશક પ્રવીણ ભંખોડિયા, સહાયક ઇજનેર દિવાકર ચોરસિયા સહિતની ટીમ દ્વારકા પહોંચી હતી. ટાવરને તોડવાની કામગીરી શરૂ કરાવી હતી. દ્વારકાના દરિયા કિનારે પ્રતિકૂળ પરિસ્થતિની વચ્ચે ટાવરને તોડી પાડવાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી. બિપો૨જોય ચક્રવાતની અસ૨થી નેવું મીટરના વિશાળકાય ટાવરને ધરાશાયી થવા દેવાને બદલે સમયસર તોડી પાડીને પ્રસારભારતીએ દુર્ઘટના નિવારી હતી.
વાવાઝોડાને લઈ સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
આગામી પાંચ દિવસ સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બુધવારે કચ્છ અને દ્વારકામાં, જ્યારે ગુરુવારે સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની સંભાવના છે. બિપરજોય વાવાઝોડાની અસરના કારણે 16 અને 17 જૂને અમદાવાદમાં વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. અતિથી અતિભારે વરસાદ પડવાની સાથે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે પવન ફૂંકાવાની પણ આગાહી કરી છે.
ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે
બિપોરજોય વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. સમગ્ર રાજ્યમાં તેની અસર જોવા મળી રહી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવવાની સાથે વરસાદ વરસી રહ્યો છે. આ દરમિયાન વરસાદને લઇને હવામાન વિભાગે પણ આગાહી છે. પોરબંદર, દ્વારકા, કચ્છ,બનાસકાંઠા,પાટણ, મહેસાણા, મોરબી, સુરેન્દ્રનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદ શહેરમાં પણ વરસાદની આગાહી
આ સિવાય ગુજરાતમાં અનેક જિલ્લામાં વરસાદી વાતાવરણ રહેશે. અમદાવાદ શહેરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. જામનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગીર સોમનાથમાં ભારે પવન સાથે વરસાદ
પોરબંદરના બરડા પંથકમાં ધોધમાર વરસાદ શરુ થયો છે. બખરલા,બગવદર,મઢવાડા,મજાવાણા,સહિત ગામોમાં વરસાદ વરસ્યો છે. વરસાદની સાથે ભારે પવન જોવા મળી રહ્યો છે. ગીર સોમનાથ જિલ્લાના અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો છે. સોમવારથી સતત વરસાદી માહોલથી ખેતરો છે. દેવકા નદીમાં નવા નીર આવ્યા છે. જિલ્લાના તળાવો અને ચેકડેમ પણ છલકાયા છે.