Gujarat Voting: ગુજરાતમાં આજે ત્રીજા તબક્કાના મતદાનમાં તમામ 25 બેઠકો પર મતદાન યોજાઇ રહ્યું છે, આજે સવારે પ્રથમ 5 કલાકમાં મતદાનના આંકડા સામે આવ્યા છે. આજે ગુજરાત સહિત દેશભરમાં 12 રાજ્યોની 93 બેઠકો પર મતદાન યોજાઇ રહ્યું છે. આજે ગુજરાતમાં તમામ 25 બેઠકો પર મતદાન થઇ રહ્યું છે. ખાસ વાત છે કે, લોકસભાની 25 બેઠકોની સાથે સાથે વિધાનસભાની 5 બેઠકો પર પણ પેટા ચૂંટણી યોજાઇ રહી છે. બપોરે 12 વાગ્યા સુધીમાં 25 લોકસભા બેઠક પર સરેરાશ 27 ટકા મતદાન થયું છે.


25 લોકસભા બેઠક પર 12 વાગ્યા સુધીમાં સરેરાશ 27 ટકા મતદાન


વિધાનસભાની પાંચ બેઠકો પર સરેરાશ 25 ટકા મતદાન



  • અમદાવાદ પૂર્વ બેઠક પર પર સરેરાશ 23 ટકા મતદાન

  • અમદાવાદ પશ્ચિમ બેઠક પર સરેરાશ 22 ટકા મતદાન

  • અમરેલી બેઠક પર સરેરાશ 21 ટકા મતદાન

  • આણંદ બેઠક પર સરેરાશ 19 ટકા મતદાન

  • બારડોલી બેઠક પર સરેરાશ 20 ટકા મતદાન

  • ભરૂચ બેઠક પર સરેરાશ 19 ટકા મતદાન

  • બનાસકાંઠા બેઠક પર સરેરાશ 19 ટકા મતદાન

  • ભાવનગર બેઠક પર સરેરાશ 20 ટકા મતદાન

  • છોટા ઉદેપુર બેઠક પર સરેરાશ 19 ટકા મતદાન

  • દાહોદ બેઠક પર સરેરાશ 20 ટકા મતદાન

  • ગાંધીનગર બેઠક પર સરેરાશ 21 ટકા મતદાન

  • જામનગર બેઠક પર સરેરાશ 19 ટકા મતદાન

  • જૂનાગઢ બેઠક પર સરેરાશ 20 ટકા મતદાન

  • ખેડા બેઠક પર સરેરાશ 19 ટકા મતદાન

  • કચ્છ બેઠક પર સરેરાશ 20 ટકા મતદાન

  • મહેસાણા બેઠક પર સરેરાશ 19 ટકા મતદાન

  • નવસારી બેઠક પર સરેરાશ 20 ટકા મતદાન

  • પોરબંદર બેઠક પર સરેરાશ 20 ટકા મતદાન

  • પંચમહાલ બેઠક પર સરેરાશ 19 ટકા મતદાન

  • પાટણ બેઠક પર સરેરાશ 19 ટકા મતદાન

  • રાજકોટ બેઠક પર સરેરાશ 20 ટકા મતદાન

  • સાબરકાંઠા બેઠક પર સરેરાશ 18 ટકા મતદાન

  • સુરેન્દ્રનગર બેઠક પર સરેરાશ 20 ટકા મતદાન

  • વડોદરા બેઠક પર સરેરાશ 19 ટકા મતદાન

  • વલસાડ બેઠક પર સરેરાશ 20 ટકા મતદાન


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાનો મુલ્યવાન વોટ આપવા માટે અમદાવાદ રાણીપની નિશાન સ્કુલ પહોંચ્યા છે.તેમની સાથે ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત છે. અહીં નિશાન સ્કૂલમાં સવારથી વોટિંગને લઇને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મહિલાઓએ ગરબે ઘૂમીને લોકતંત્રના પર્વની આવકાર્યું હતું. પીએમ મોદીએ અમદાવાદ રાણીપ વિસ્તારની નિશાન સ્કૂલના મતદાન મથકની મતદાન કર્યું. 




પીએમ મોદીએ ટ્વિટ કરીને તમામ લોકોને વોટ કરવાની અપીલ કરી છે. પીએમ મોદીએ કહ્યું, હું ત્રીજા તબક્કાના તમામ મતદારોને વધુમાં વધુ મતદાન કરવા અને મતદાનનો નવો રેકોર્ડ બનાવવા વિનંતી કરું છું. આપ સૌની સક્રિય ભાગીદારી લોકશાહીના આ પર્વની સુંદરતામાં વધુ વધારો કરશે.