ગાંધીનગરઃ રાજ્યમાં ઠંડીની મોસમ પણ જામી ચૂકી છે. રાજ્યમાં ધીરે ધીરે ઠંડીમાં વધારો થઇ રહ્યો છે. રવિવારે રાજ્યના 14 શહેરોમાં 20 ડિગ્રીથી નીચુ તાપમાન નોંધાયુ હતુ. જેમાં 14.2 ડિગ્રી સાથે નલિયામાં સૌથી નીચુ તાપમાન નોંધાયુ હતુ.
અન્ય શહેરોની વાત કરીએ તો ગાંધીનગરમાં 14.8 ડિગ્રી, વડોદરામાં 17.2 ડિગ્રી, ડીસા અને અમરેલીમાં ઠંડીનો પારો 17.4 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. વલસાડમાં 17.5 ડિગ્રી, અમદાવાદમાં 17.6 ડિગ્રી, કેશોદમાં 17.7 ડિગ્રી, વલ્લભવિદ્યાનગરમાં 17.8 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું.
મહુવામાં 19.1 ડિગ્રી, ભૂજમાં 19.2 ડિગ્રી, ભાવનગરમાં 19.2 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 19.4 ડિગ્રી તો રાજકોટમાં 19.5 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. દમણમાં 20.4 ડિગ્રી, દિવમાં 21.5 ડિગ્રી, પોરબંદરમાં 22 ડિગ્રી, તો દ્વારકા અને વેરાવળમાં 22.5 ડિગ્રી, સુરતમાં 23 અને ઓખામાં 24.8 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું.
Earthquake: અમૃતસર સહિત પંજાબના કેટલાક ભાગોમાં ધરા ધ્રૂજી, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.1
Earthquake In Punjab: સોમવારે સવારે 3.42 વાગ્યે અમૃતસર સહિત પંજાબના કેટલાક ભાગોમાં હળવા આંચકા અનુભવાયા હતા. તેની તીવ્રતા 4.1 રિક્ટર સ્કેલ પર માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, ભૂકંપનું કેન્દ્ર પાકિસ્તાનના પંજાબમાં હતું. ભૂકંપની ઊંડાઈ 120 કિમી હોવાનું કહેવાય છે.
આ પહેલા શનિવારે નેપાળમાં 5.4ની તીવ્રતાના ભૂકંપના કારણે દિલ્હી અને નેશનલ કેપિટલ રિજન (NCR)થી લઈને ઉત્તરાખંડ સુધી તેના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપ ઉત્તરાખંડના પિથોરાગઢથી 101 કિમી પૂર્વ-દક્ષિણ-પૂર્વમાં આવ્યો હતો. અધિકારીઓએ આ માહિતી આપી હતી.
નોઈડાના રહેવાસી કમલ તિવારીએ જણાવ્યું કે, તેમણે લગભગ 10 સેકન્ડ સુધી ભૂકંપના આંચકા અનુભવ્યા. તેમણે કહ્યું કે આ આંચકા બુધવારના ભૂકંપના આંચકા જેટલા મજબૂત નહોતા, પરંતુ તેનાથી તે લોકો ડરી ગયા હતા. એ જ રીતે રાજીવ ચોપરા ઘરે પહોંચ્યા જ હતા કે તેમને ધ્રુજારીનો અનુભવ થયો. ગાઝિયાબાદના રહેવાસી રાજીવે કહ્યું, "હું રૂમમાં બેઠો હતો અને જોયું કે અચાનક પંખા અને ઝુમ્મર ધ્રુજવા લાગ્યા."