શોધખોળ કરો

દેશની પહેલી Made In India ચિપ ગુજરાતથી બનશે, PM મોદી સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું કરશે ઉદ્ઘાટન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન રાજ્યને મોટી ભેટ આપવા જઈ રહ્યા છે. આ પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ્ય સાણંદ ખાતે સ્થપાયેલા અત્યાધુનિક સેમિકન્ડક્ટર પ્લાન્ટનું લોકાર્પણ કરવાનો છે.

PM Modi Gujarat Visit:  PM  મોદી આજે ( 28 ફેબ્રુઆરી)  બપોરે  3 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પહોંચશે, તેઓ ત્યારબાદ સાણંદ જવા રવાના થશે. સાણંદ  3.45 વાગ્યાની આસપાસ  પહોંચશે, પીએમ મોદીના હસ્તે અહીં  માઇક્રોન ટેક્નોલોજીના અદ્યતન ATMPનું ઉદ્ધધાટન કરવામાં આવશે. સાણંદ હેલિપેડથી માઇક્રોન કંપની સુધીનો PM મોદીનો રોડ શો યોજશે. ઉદ્ધઘાટન બાદ તેઓ એક જનસભાને સંબોધિત કરશે, સભા અને રોડ શોમાં એક લાખ લોકો ઉપસ્થિત રહે તેવો અંદાજ છે.

ઉલ્લેખનિય છે કે, આ પ્રોજેક્ટ માટે ₹22,516 કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે. આ કંપની શરૂઆતથી દેશની પહેલી Made In India ચિપ ગુજરાતથી બનશે, જે દેશમાં  સેમિકન્ડક્ટર ક્ષેત્રે ક્રાંતિનો પહેલો અધ્યાય હશે, આ કંપનીથી 5000 લોકોને રોજગારી મળવાનો અંદાજ છે. ઉલ્લેખનિય છે કે, સેમિકન્ડક્ટર યુનિટ પ્રોજેક્ટનું ભૂમિપૂજન સપ્ટેમ્બર 2023માં થયું હતું, તે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન (ISM) હેઠળ મંજૂર થયેલ પ્રથમ પ્રસ્તાવ હતો. રૂ. 22,500 કરોડથી વધુના કુલ ખર્ચની મંજૂરી મળ્યા બાદ તરત બાંધકામ શરૂ થયું હતું.

આ કંપની SSD અને રેમ સહિતની ચિપનું ઉત્પાદન કરશે.સાણંદ ATMP સુવિધા માઈક્રોનના વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ નેટવર્કમાંથી અદ્યતન ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી (DRAM) અને NAND સેમિકન્ડક્ટર વેફર્સને ફિનિશ્ડ મેમરી અને સ્ટોરેજ ઉત્પાદનોમાં રૂપાંતરિત કરશે, જે વૈશ્વિક બજારોમાં ગ્રાહકોની જરૂરિયાતો પૂરી કરશે.

માઇક્રોન સેમિકન્ડક્ટર પ્લાન્ટની વિશેષતાઓ

અહીં સેમિકન્ડક્ટર એસેમ્બલી, ટેસ્ટ અને પેકેજિંગ (Assembly, Test, and Packaging - ATMP) સુવિધા ઉપલબ્ધ છે.આ પ્લાન્ટ 5 લાખ ચોરસ ફૂટમાં ફેલાયેલું ક્લીનરૂમ (Cleanroom Space) ધરાવે છે, જે વિશ્વના સૌથી મોટા રેઝ્ડ-ફ્લોર ક્લીનરૂમ્સમાંનું એક છે.આ પ્લાન્ટના ઉદ્ઘાટન સાથે જ ભારતમાં બનેલા સેમિકન્ડક્ટર મેમરી મોડ્યુલ્સ (Memory Modules) નું વ્યાવસાયિક ઉત્પાદન (Commercial Production) શરૂ થશે. આ ઉત્પાદનોનું વૈશ્વિક બજારોમાં શિપમેન્ટ (Shipment) પણ કરવામાં આવશે, જે ભારતની આયાત નિર્ભરતા ઘટાડશે.આ સુવિધા હાઇ-પરફોર્મન્સ કોમ્પ્યુટીંગ (High-Performance Computing) અને AI માટે જરૂરી મેમરી અને સ્ટોરેજ સોલ્યુશન્સ (Storage Solutions) પૂરા પાડશે. આ પ્લાન્ટ ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી (Dynamic Random Access Memory - DRAM) અને NAND સેમિકન્ડક્ટર વેફર્સને ફિનિશ્ડ પ્રોડક્ટ્સમાં રૂપાંતરિત કરશે.                                   

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

વૂમન્સ ડે પર આશાવર્કર્સના હાલ બેહાલ, પગાર સહિતના મુદ્દે અવાજ ઉઠાવતાં અટકાયત
વૂમન્સ ડે પર આશાવર્કર્સના હાલ બેહાલ, પગાર સહિતના મુદ્દે અવાજ ઉઠાવતાં અટકાયત
ગુજરાતની 6 મહાનગરપાલિકામાં નેતાઓનું શાસન પૂરું! સરકારે વહીવટદારોની કરી નિમણૂક, જુઓ લિસ્ટ
ગુજરાતની 6 મહાનગરપાલિકામાં નેતાઓનું શાસન પૂરું! સરકારે વહીવટદારોની કરી નિમણૂક, જુઓ લિસ્ટ
દક્ષિણ ગુજરાતમાં પોસ્ટર વોર: અનંત પટેલ 'મુંગેરીલાલ' તો ધવલ પટેલ 'જુઠ્ઠાલાલ' તરીકે વાયરલ!
દક્ષિણ ગુજરાતમાં પોસ્ટર વોર: અનંત પટેલ 'મુંગેરીલાલ' તો ધવલ પટેલ 'જુઠ્ઠાલાલ' તરીકે વાયરલ!
ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી ઝંપલાવશે, 10 માર્ચથી ઉમેદવારોની પસંદગી શરૂ કરશે
ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી ઝંપલાવશે, 10 માર્ચથી ઉમેદવારોની પસંદગી શરૂ કરશે
Advertisement

વિડિઓઝ

Gandhidham Suicide case: ગાંધીધામ શહેર ભાજપ મહામંત્રીની આત્મહત્યા કેસમાં ખુલાસો
Asha Workers protest: ગાંધીનગરમાં આશા વર્કર બહેનોનું ધરણા પ્રદર્શન
Gujarat ATS : ગુજરાત ATSની મોટી કાર્યવાહી, એટોમિટેડ ડ્રગ્સની હેરાફેરી કરતા એક શખ્સની સુરતથી ધરપકડ
T20 World Cup Final : ટી-20 વિશ્વકપની ફાઈનલ મેચને કારણે અમદાવદમાં હોટલના ભાડામાં વધારો
Bharuch Fire Incident : અંકલેશ્વર નજીક પાનોલી જીઆઈડીસીમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs NZ LIVE Score: અમદાવાદમાં આજે રમાશે ટી20 વિશ્વકપનો ઐતિહાસિક અંતિમ મુકાબલો
IND vs NZ LIVE Score: અમદાવાદમાં આજે રમાશે ટી20 વિશ્વકપનો ઐતિહાસિક અંતિમ મુકાબલો
3 ફાઈનલ, 2 હાર અને 1 જીત; ન્યૂઝીલેન્ડ સામે ફાઈનલમાં ભારતનો રેકોર્ડ જાણી ચોંકી જશો!
3 ફાઈનલ, 2 હાર અને 1 જીત; ન્યૂઝીલેન્ડ સામે ફાઈનલમાં ભારતનો રેકોર્ડ જાણી ચોંકી જશો!
IND vs NZ T20 ફાઇનલ 2026: મેચ પહેલા ટીમ ઇન્ડિયાની ડિજિટલ આરતી વાયરલ, જુઓ વીડિયો
IND vs NZ T20 ફાઇનલ 2026: મેચ પહેલા ટીમ ઇન્ડિયાની ડિજિટલ આરતી વાયરલ, જુઓ વીડિયો
રાષ્ટ્રપતિની નારાજગી બાદ પશ્ચિમ બંગાળમાં રાજકીય ઘમાસાણ,PM મોદીએ કર્યા આકરા પ્રહાર તો મમતા બેનર્જીએ આપી પ્રતિક્રિયા
રાષ્ટ્રપતિની નારાજગી બાદ પશ્ચિમ બંગાળમાં રાજકીય ઘમાસાણ,PM મોદીએ કર્યા આકરા પ્રહાર તો મમતા બેનર્જીએ આપી પ્રતિક્રિયા
IND vs NZ: વર્લ્ડ કપ ફાઇનલમાં ટોસ પહેલા જ ભારતની પ્લેઈંગ 11 આવી સામે, જુઓ કોને મળ્યો મોકો
IND vs NZ: વર્લ્ડ કપ ફાઇનલમાં ટોસ પહેલા જ ભારતની પ્લેઈંગ 11 આવી સામે, જુઓ કોને મળ્યો મોકો
IND vs NZ: અમદાવાદમાં ફાઇનલ દરમિયાન હવામાન કેવું રહેશે, વરસાદની શક્યતા કેટલી છે?
IND vs NZ: અમદાવાદમાં ફાઇનલ દરમિયાન હવામાન કેવું રહેશે, વરસાદની શક્યતા કેટલી છે?
Exclusive: વર્લ્ડ કપ ફાઇનલને લઈને શું કહી રહ્યું છે ફલોદી સટ્ટા બજાર? ભારત-ન્યુઝીલેન્ડમાં કોનો હાથ ઉપર?

Embed widget