Gujarat By Election: આજે ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી છે સાથે સાથે વિધાનસભાની પેટાચૂંટણીની પણ જાહેરાત કરવામાં આવી છે.  હાલમાં ગુજરાતમાં વિધાનસભાની 6 બેઠકો ખાલી છે. જેમાં વિજાપુર,ખંભાત,વાઘોડિયા,માણાવદર, પોરબંદર અને વિસાવદર બેઠકનો સમાવેશ થયા છે. જોકે, આજે ગુજરાત વિધાનસભાની માત્ર 5 બેઠકોની પેટાચૂંટણીની ચૂંટણી પંચે તારીખો જાહેરાત કરી છે. જે બેઠકો જાહેર થઈ છે તેમાં વિજાપુર, ખંભાત,  વાઘોડિયા,  માણાવદર અને પોરબંદર બેઠક. આમ આજે વિસાવદર બેઠકનો પેટા ચૂંટણીમાં કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. જો કે, આ બેઠક પર શા માટે ચૂંટણીની તારીખ જાહેર નથી કરવામાં આવી તેનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. કોઈ શરત ચૂક થઈ છે કે કોઈ અન્ય કારણ છે તે જાણી શકાયું નથી. આ અંગે ચૂંટણીપંચનું નિવેદન સામે આવશે ત્યારે જ સત્ય બહાર આવશે. નોંધનિય છે કે, ગુજરાતમાં સૌથી પહેલા વિસાવદર બેઠક જ ખાલી પડી હતી.


વિસાવદર બેઠક ભુપત ભાયાણીએ રાજીનામું આપતા ખાલી પડી હતી. વિજાપુર બેઠક સીજે ચાવડાએ રાજીનામું આપતા ખાલી પડી હતી. ખંભાત બેઠક ચિરાગ કુમાર પટેલે રાજીનામું આપતા ખાલી પડી હતી. વાઘોડિયા બેઠક ઘર્મેન્દ્ર વાધેલાએ રાજીનામું આપતા ખાલી પડી હતી. માણાવદર બેઠક અરવિંદભાઈ લાડાણીએ રાજીનામું આપતા ખાલી પડી હતી. પોરબંદર બેઠક અર્જૂનભાઈ મોઢવાડિયાએ રાજીનામું આપતા ખાલી પડી હતી. 


13 ડિસેમ્બરે ભાયાણીએ આપ્યું હતું રાજીનામું
વિસાવદરના AAPનાં ધારાસભ્ય ભૂપત ભાયાણીએ MLA પદેથી આપ્યુ રાજીનામું હતું. ગુજરાતની આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો. ભાયાણીએ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને પોતાનું રાજીનામું આપ્યું. હતું વિધાનસભા અધ્યક્ષે ભૂપત ભાયાણીના રાજીનામાનો સ્વીકાર કર્યો હતો. ભાયાણીના રાજીનામાં બાદ વિધાનસભાનું સંખ્યાબળ ખંડીત થઈને 181 થયું હતું. ભૂપત ભાયાણીએ રાજીનામા પર કહ્યું કે, મેં મારા કાર્યકર્તા અને મતદારોને પૂછીને આ નિર્ણય કર્યો છે.


2022ની ચૂંટણી જીતી પહેલીવાર ધારાસભ્ય બન્યા હતા ભાયાણી. ભાજપના હર્ષદ રિબડીયાને હરાવી ભાયાણી બન્યા હતા MLA. ભૂપત ભાયાણીએ ભાજપના હર્ષદ રિબડિયા સામે 7 હજાર 63 મતે ચૂંટણી જીતી હતી. ભૂપત ભાયાણીએ બે વર્ષ અગાઉ ભાજપ પાર્ટી છોડી હતી. તેઓ તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્ય પણ રહી ચૂક્યા છે. કોરોના કાળમાં ભેંસાણમાં કોવિડ સેન્ટર ખોલી લોકોને મદદ કરી હતી.