Gujarat Election 2022: અમરેલીમાં અનાજની કીટનું વિતરણ થાય તે પહેલા જ ચૂંટણીપંચે કરી કાર્યવાહી, હીરા સોલંકીનો ગંભીર આક્ષેપ

Gujarat Assembly Election 2022: અમરેલીની રાજુલા-જાફરાબાદ બેઠક ઉપર ચૂંટણીપંચે કાર્યવાહી કરી છે. રાજુલાના ડુંગર વિસ્તાર અને જાફરાબાદ વિસ્તારમાં અનાજની રાશન કીટના વાહનો મળી આવતા ચકચાર મચી જવા પામી છે.

Continues below advertisement

Gujarat Assembly Election 2022: અમરેલીની રાજુલા-જાફરાબાદ બેઠક ઉપર ચૂંટણીપંચે કાર્યવાહી કરી છે. રાજુલાના ડુંગર વિસ્તાર અને જાફરાબાદ વિસ્તારમાં અનાજની રાશન કીટના વાહનો મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ગ્રામ્ય વિસ્તારમાં અનાજ કીટ વિતરણ કરે તે પહેલાં તંત્ર દ્વારા તેને ઝડપી અલગ અલગ વિસ્તારના પોલીસ સ્ટેશનમાં વાહનો રખાયા છે. જાફરાબાદ પોલીસ સ્ટેશન અને ડુંગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. રાજુલા ભાજપના ઉમેદવાર હીરા સોલંકીએ કોંગ્રેસ ઉપર ગંભીર આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યું કે, હાર ભાળી ગયેલી કોંગ્રેસ આ કામ કરી રહી છે અને લોકોને ખરીદવા નીકળ્યા છે. અનાજની કીટ ભરેલા બોલેરો વાહનો પોલીસ સ્ટેશનમાં સિઝ કરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.  હવે આ અંગે સત્તાવાર રીતે ચૂંટણીપંચ જાહેરાત કરી શકે છે.

Continues below advertisement

બાયડમાં ભાજપના આગેવાનો કોંગ્રેસમાં જોડાયા

પ્રથમ તબક્કાની બેઠકો પર પ્રચારના પડઘમ શાંત થયા બાદ બાદ બીજા તબક્કાની બેઠકો ઉપર પ્રચાર પુરજોશમાં ચાલી રહ્યો છે. બાયડ વિધાનસભા બેઠક પર કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. બાયડ બેઠકના બોરડી ગામે વિજય વિશ્વાસ સંમેલનનું આયોજન કરાયું હતું. કોંગ્રેસના ઉમેદવાર મહેન્દ્રસિંહ વાઘેલા માટે કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે સભા ગજવી હતી. બોરડી ગામ સહિત આસપાસના વિસ્તારના મોટી સંખ્યામાં લોકો સભામાં હાજર રહ્યા હતા. અગાઉ મહેન્દ્રસિંહ વાઘેલા બાયડ બેઠક પરથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. વિજય વિશ્વાસ સંમેલનમાં ભાજપના કેટલાક આગેવાનો કોંગ્રેસમાં જોડાયા હતા. આ અવસરે મહેન્દ્રસિહ વાઘેલાએ કહ્યું કે, આ સરકાર ઉખેડીને ફેંકી દેવાની તૈયારી બાયડના લોકો કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. ગઈ ચૂંટણીમાં જેટલા મતોથી જીતાડ્યો હતો તેનાથી ડબલ મતોથી વિજેતા બનાવશો એવી અપેક્ષા છે. કોંગ્રેસને મત આપવા અપીલ કરું છું.

જગદીશ ઠાકોરે પણ બીજેપી પર પ્રહાર કર્યા

તો બીજી તરફ જગદીશ ઠાકોરે પણ બીજેપી પર પ્રહાર કર્યા હતા. છેલ્લા 27 વર્ષથી શાસનમાં રહેલી ભાજપ કોંગ્રેસના કાર્યકરોને ધમકાવે છે છતાં કોંગ્રેસ સાથે રહેલા કર્મનિષ્ઠ કાર્યકરોને નમન છે. 125 બેઠકો સાથે સરકારમાં કોંગ્રેસ આવશે વાતને કોઈ માનતું નહોતું. છેલ્લા 15 દિવસથી દેખાઈ રહ્યું છે. ભાજપના દિલ્હીના મુખ્યા સહિત મંત્રી મંડળ સાથે ગુજરાતમાં ધામા નાખવા પડ્યા છે. તેઓ ગભરાઈ ગયા છે. અમારી સરકારની પ્રથમ કેબિનેટ બેઠકમાં ખેડૂતોના 3 લાખ સુધીના દેવા માફીનો નિર્ણય લેવામાં આવશે. કોરોનામાં જીવ ગુમાવનારને 4 લાખ સહાય આપવામાં આવશે. અંગ્રેજી માધ્યમની 3 હજાર શાળાઓ ખોલવાનો કોંગ્રેસ વાયદો આપે છે. રાંધણ ગેસના બાટલાના ભાવ 500 રૂપિયાથી વધુ ભાવ કોંગ્રેસ નહિ થવા દે.

કોંગ્રેસના ઉમેદવારોને મળી રહેલા જન પ્રતિસાદને જોતા ભાજપના બાદશાહ અને વઝીરની ઊંઘ હરામ થઈ ગઈ છે. બાયડ વિધાનસભામાં સરકાર આવતાં પરીક્ષાની તૈયારી કરતા બાળકો માટે મેદાન, લાઇબ્રેરી, શિક્ષકોની વ્યવસ્થા કરવામાં આવશે.એમને જેટલા રોકશો એટલા જ લોકો 5 તારીખે ભુક્કા બોવવશે. બાયડના ભાઈ તરીકે ખોળો પાથરીને મત માટે ભીખ માંગુ છું. તમારો પ્રમુખ નહિ તમારા દીકરા તરીકે અહી આવ્યો છું. કોંગ્રેસ સરકાર લાવો 27 વર્ષની ભૂખ ભાંગી નાખીશું. ભાજપ સરકારના મૂળિયા ઉખાડી મીઠું ભભરાવવું છે. સરપંચની ચૂંટણીની જેમ કોંગ્રેસે આ વિધાનસભા ચૂંટણી લડવાની છે. જગદીશ ઠાકોર પણ કીધેલું ના કરે તો એના મૂળિયા પણ ઉખાડીને ફેંકી દેજો. બાયડ બેઠક 50 હજાર મતોથી મહેન્દ્રસિંહ જીતે છે પણ 90 ટકા મતદાન થવું જોઈએ.

જગદીશ ઠાકોર ભાવુક થયા

મે ક્યારેય વિચાર્યું નહોતું કે હું આ પદે હોઇશ. મારા માતા કંતાન બાંધીને કાલુપુરમાં મજૂરી કરતી હતી ત્યારે જ નિર્ણય કર્યો હતો. મારી માની પરિસ્થિતિ જોઈ નિર્ણય કર્યો હતો સામાન્ય લોકો માટે કોઈ પદ પર આવીને કામ કરીશ. આ વખતે કોંગ્રેસની સરકાર લાવીને જોઈ લો કામ કરીશ.

Continues below advertisement
Sponsored Links by Taboola