Dahod: દાહોદના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય વજેસિંગભાઈ પણદાનું  સોશ્યલ મીડિયા એકાઉન્ટ હેક થયું છે. પૂર્વ ધારાસભ્યનું ફેસબુક એકાઉન્ટ અજાણ્યા ઈસમે હેક કર્યુ છે. જે બાદ ધારાસભ્યના ફોટા પોતાની પ્રોફાઇલ પર મૂકી 50 હજાર સુધીની માંગણી કરી છે. પૂર્વ ધારાસભ્યનું એકાઉન્ટ હેક થતાં ચકચાર મચી ગઈ છે.  પૂર્વ ધારાસભ્યએ લોકોને કોઈપણ પ્રકારનો વ્યવહાર ન કરવા કરી અપીલ કરી છે.


વજેસિંગભાઈ પારસિંગભાઈ પણદા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ સાથે સંકળાયેલા છે. તેઓ 2017માં ગુજરાતના દાહોદ મતવિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. અગાઉ તેઓ અનુક્રમે વર્ષ 2007 અને 2012માં પણ આ જ મતવિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમનો જન્મ 5મી જૂન 1964ના રોજ ગુજરાતના વણભોરીમાં પારસિંગભાઈ પણદાને ત્યાં થયો હતો. વજેસિંગભાઈના લગ્ન લલિતાબેન પણદા સાથે થયા હતા.




મહિલાનો દફનાવેલો મૃતદેહ કાઢવામાં આવ્યો બહાર


જામનગરના ધ્રોલમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પતિએ પત્નીની હત્યા નિપજાવ્યાની આશંકા  બાદ હત્યા બાદ દફનાવવામાં આવેલો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે. પત્નીના દફનાવેલ મૃતદેહને પોલીસે બહાર કાઢી પોસ્ટમોર્ટમ કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોસ્ટમોર્ટમ રીપોર્ટના આધારે મહિલાના પરિવારના સભ્યની ફરિયાદ લઇ હત્યાનો ગુનો નોંધવામાં આવશે.


રાજ્યમાં આજથી બે દિવસ કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આજે સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં માવઠાનું અનુમાન છે. હવામાન વિભાગ અને આગાહીકારોએ રાજ્યમાં  કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે ત્યારે ગીર સોમનાથના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. કમોસમી વરસાદ ખાબકવાની આશંકાથી ખેડૂતો ભયભીત છે.


 હવામાન વિભાગનાં જણાવ્યા પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને રાજસ્થાનમાં સિસ્ટમ સક્રિય થવાને કારણે રાજ્યમાં કમોસમી વરસાદી પડવાની શક્યતા છે. જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠા, તેમજ મોરબી, કચ્છ, સુરેન્દ્રનગર, દ્વારકા, રાજકોટ, જામનગર, મહીસાગર, ભરૂચ, નર્મદા, તાપી સહિતના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ થવાની શક્યતા છે.


હવામાન વિભાગના ડૉ. મનોરમા મોહંતીના જણાવ્યા પ્રમાણે આગામી તા. 5, 6 અને 7 એપ્રિલના રોજ રાજ્યના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. અમુક જગ્યા પર વાદળછાયું વાતાવરણ રહેશે. તા. 5, 6 અને 7 એપ્રિલનાં રોજ સૌરાષ્ટ્ર તેમજ કચ્છ, મોરબી, રાજકોટ, દ્વારકા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી તેમજ મહીસાગર સહિતના વિસ્તારોમાં ભારેથી હળવા વરસાદ થવાની શક્યતા રહેલી છે. 7 એપ્રિલના રોજ હવામાન વિભાગના જણાવ્યા મુજબ સુરત, ભરૂચ, નર્મદા, તાપી અને કચ્છમાં પણ ભારેથી હળવા વરસાદ થવાની સંભાવના છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને રાજસ્થાનમાં સિસ્ટમ સક્રિય થવાના કારણે વરસાદ પડવાની શક્યતા છે. આ સાથે અત્યારે ગુજરાતમાં દરેક જગ્યાએ તાપમાનમાં  2 થી 3 ડીગ્રી ઘટાડો થયો છે.