જૂનાગઢમાં દિવાળી બાદ યોજાતી લીલી પરિક્રમાને લઇને સત્તાવાર રીતે નિર્ણય જાહેર કરી દેવાયો છે.


આગામી 14 નવેમ્બરથી પ્રતીકાત્મક રીતે લીલી પરિક્રમા શરૂ થશે. સાધુ સંતોની હાજરીમાં પ્રતિકાત્મક લીલી પરિક્રમામનો પ્રારંભ થશે. કોવિડના નિયમોના પાલન સાથે 14 નવેમ્બરથી આ પ્રતીકાત્મ લીલી પરિક્રમાને લીલી ઝંડી આપી દેવાઇ છે. 400 લોકો સાથે આ લીલી પરિક્રમા યોજાશે, જેમાં સાધુ સંતો જોડાશે. 


જો કે બીજી તરફ આ નિર્ણયથી વિશ્વ હિન્દુ પરિષદ નારાજ છે. તમામ ભાવિકોને લીલી પરિક્રમામાં હાજરી આપવાની માગણી સાથે  વિશ્વ હિન્દૂ પરિષદએ આજે કલેક્ટરને આવેદન પત્ર આપ્યું છે.


દર વર્ષે જૂનાગઢ ખાતે યોજાતી લીલી પરિક્રમા અંગે નિર્ણય લેવા માટે  કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં  સાધુ-સંતોની ઠકમાં ઉતારા મંડળ અને તમામ કર્મચારીઓ પણ હાજર રહ્યાં હતા.  કોરોનાને લીધે પરિક્રમા કરવી કે નહીં તે અંગે ચર્ચા થઇ હતી.  તમામ લોકોના અભિપ્રાય રાજ્ય સરકારને મોકલાયા હતા. નોંધનીય છે કે, ગત વર્ષે કોરોના મહામારીને કારણે લીલી પરિક્રમાને મંજૂરી આપવામાં આવી નહોતી. ત્યારે આ વખતે કોરોના સંક્રમણ ઘટ્યું હોવાથી લીલી પરિક્રમાને મંજૂરી મળી છે પરંતુ માત્ર પતિકાત્મક રીતે આ લીલી પરિક્રમા યોજાશે.  


દર વર્ષે કારતક સુદ અગિયારસથી ગિરનારની લીલી પરિક્રમા શરૂ થાય છે.  ગિરનારની તળેટીમાં 4 દિવસનો મેળો યોજાય છે તથા 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓ જંગલમાં પરિક્રમા કરે છે. ગત વર્ષે જિલ્લા કલેક્ટરે જૂનાગઢની લીલી પરિક્રમા કોરોના રોગચાળાને કારણે બંધ રાખવાનો આદેશ કર્યો હતો.જ્યારે આ વર્ષે પ્રતિકાત્મક રીતે લીલી પરિક્રમા યોજવા માટેની મંજૂરી મળી ગઇ છે.


 


જૂનાગઢમાં દિવાળી બાદ યોજાતી લીલી પરિક્રમાને લઇને સત્તાવાર રીતે નિર્ણય જાહેર કરી દેવાયો છે.આગામી 14 નવેમ્બરથી પ્રતીકાત્મક રીતે લીલી પરિક્રમા શરૂ થશે. સાધુ સંતોની હાજરીમાં પ્રતિકાત્મક લીલી પરિક્રમામનો પ્રારંભ થશે. કોવિડના નિયમોના પાલન સાથે 14 નવેમ્બરથી આ પ્રતીકાત્મ લીલી પરિક્રમાને લીલી ઝંડી આપી દેવાઇ છે.