શોધખોળ કરો

MLA ઈટાલિયા પર જૂતું મારવાનો પ્રયાસ કરનારા શખ્સે આપ્યું ચોંકાવનારુ નિવેદન, જાણો શું કહ્યું

જૂનાગઢના ગડુમાં  આમ આદમીના ધારાસભ્ય પર જૂતું ફેંકવાનાર આરોપી શબ્બીર મીર ફરી એક ચોંકાવનારૂ નિવેદન આપ્યું છે. જાણીએ શબ્બીર મીરે જુતૂં ફેકવાનું શું કારણ આપ્યું

જૂનાગઢના ગડુમાં  આમ આદમીના ધારાસભ્ય પર જૂતું ફેંકવાના પ્રયાસને લઈ સતત ટ્વીસ્ટ  સામે આવી રહ્યા છે. જૂંતું ફેંકનારનો પ્રયાસ કરનારા શબ્બીર મીર નામના યુવકે છેલ્લા 24 કલાકમાં બે અલગ- અલગ નિવેદન આપ્યા છે. અગાઉ પરોક્ષ રીતે પોલીસના નામથી કોઈએ જૂતું મારવા માટે રૂપિયા આપવાનું કહ્યું હોવાથી પ્રયાસ કરવાનો દાવો કરનારા શબ્બીર મીરનું  નવું વીડિયો નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે  AAP સાથે જોડાયેલા પિયુષ પરમારના કહેવાથી જૂતું ફેંક્યું હતું. જાણીએ શું છે સમગ્ર મામલો..

ઉલ્લેખનિય છે કે, જૂનાગઢ જિલ્લાના ગડુ ખાતે  16 ડિસેમ્બરે ખેડૂતની સન્માન સભા યોજાઇ હતી. અહીં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા સામે ફરી એકવાર  જૂતૂ ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જ્યારે આદમી પાર્ટીના નેતા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ખેડૂત સન્માન સભાને  સંબોધિત કરી રહ્યાં હતા ત્યારે એક શખ્સે તેના પર જૂતુ ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. જો કે આ શખ્સને ત્યાં હાજર કાર્યકર્તા અને  પોલીસ સ્ટાફે તાત્કાલિક ઝડપી પાડ્યો હતો. આ શખ્સની ધરપકડ કરીને પોલીસ  વધુ પૂછપરછ હાથ ધરી હતી આ દરમિયાન  આરોપી શખ્સ શબ્બીર મીર જુદા જુદા નિવેદન આપી રહ્યો છે.  આ શખ્સે  કયાં કારણે આવી હરકત કરી . આ દિશામાં પોલીસ પૂછપરછ દ્વારા તપાસ કરી રહી છે.  આમ આદમીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આ ઘટનાની કડક શબ્દોમાં નિંદા કરી હતી અને કટાક્ષ કરતા કહયું હતું કે,  આ ઘટના લોકશાહી પર હુમલો છે. અત્યાર સુધી બધું જ બરાબર હતું ફોન આવ્યો હશે,

ગોપાલ ઇટાલિયા પર જુતું ફેંકવાની આ બીજી ઘટના

ઉલ્લેખનિય  છે કે, આમ આદમીના નેતા ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાની આ બીજી ઘટના છે. આ પહેલા  5 ડિસેમ્બર, 2025ના રોજ જામનગરમાં  આમ આદમી પાર્ટીની જન સભામાં આવી જ ઘટના બની હતી. જ્યારે ગોપાલ ઈટાલિયા સભાને સંબોધિત કરી રહ્યાં હતાં, ત્યારે છત્રપાલસિંહ જાડેજા નામના કોંગ્રેસના કાર્યકર્તાએ  ગોપાલ ઇટાલિયા પર જૂતાનો ઘા કર્યો હતો.  જે બાદ આદમી પાર્ટીના કાર્યકરોએ કોંગી કાર્યકરો તેમના પર તૂટી પડ્યાં હતા અને તેમને  જી.જી હોસ્પિટલે સારવાર અર્થે લઈ દાખલ કરવાની ફરજ પડી હતી. આ ઘટનાના રાજકારણના જગતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યાં હતા અને સમગ્ર મામલે રાજકારણ ખૂબ ગરમાયું હતું. 

2017માં આ જ કામ ગોપાલ ઇટાલિયાએ કર્યું હતું

ઉલ્લેખનિય છે કે, જેમના પર બે વખત જુતુ ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો તેમણે એટલે કે, ગોપાલ ઇટાલિયાએ  2 માર્ચ, 2017ના દિવસે ગુજરાત વિધાનસભાની બહાર તત્કાલીન ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર જુતાનો ઘા કર્યો હતો. જ્યારે તેઓ મીડિયાના સવાલોનો જવાબ આપી રહ્યા હતા અને કેમેરા ચાલુ હતા ત્યારે ગોપાલ ઇટાલિયાએ આ હરકત કરી હતી અને ભ્રષ્ટાચાર હાય હાયના નારા લગાવ્યાં હતા. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

T20 WC 2026: સૂર્યાની કેપ્ટન ઇનિંગ્સ અને સિરાજનો તરખાટ; ભારતે USA ને 29 રનથી હરાવ્યું
T20 WC 2026: સૂર્યાની કેપ્ટન ઇનિંગ્સ અને સિરાજનો તરખાટ; ભારતે USA ને 29 રનથી હરાવ્યું
Rajkot News: રાજકોટમાં 'હું નથુરામ ગોડસે' નાટકમાં તોડફોડ; કોંગ્રેસે શો અટકાવ્યો, 40 કાર્યકરોની અટકાયત
Rajkot News: રાજકોટમાં 'હું નથુરામ ગોડસે' નાટકમાં તોડફોડ; કોંગ્રેસે શો અટકાવ્યો, 40 કાર્યકરોની અટકાયત
IND vs USA: સૂર્યકુમાર યાદવે અમેરિકાને બોલરને એવો ધોયો કે 19 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
IND vs USA: સૂર્યકુમાર યાદવે અમેરિકાને બોલરને એવો ધોયો કે 19 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
હરિયાણાના ‘સૂરજકુંડ મેળામાં' રાઈડ ધડામ દઈને નીચે પડી, પોલીસ ઇન્સ્પેક્ટરનું મોત, 15 ઘાયલ; જુઓ લાઈવ Video
હરિયાણાના ‘સૂરજકુંડ મેળામાં' રાઈડ ધડામ દઈને નીચે પડી, પોલીસ ઇન્સ્પેક્ટરનું મોત, 15 ઘાયલ; જુઓ લાઈવ Video
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | 'બાપુ' મોડા કેમ જાગ્યા ?
Hun To Bolish | હું તો બોલીશ | ગાય, ભેંસનું નહીં, યુરિયાનું દૂધ
Rivaba Jadeja: મંત્રી રિવાબા જાડેજા બાળકો સાથે ખો-ખો રમ્યા, વિદ્યાર્થીઓ સાથે મધ્યાહન ભોજન લીધું
Shankersinh Vaghela: સાણંદમાં દારૂની મહેફિલ પર દરોડા મુદ્દે શંકરસિંહના બેબાક બોલ
Bagdana Assault Case: નવનીત બાલધિયા હુમલા કેસમાં જયરાજ આહીરને મળ્યા જામીન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 WC 2026: સૂર્યાની કેપ્ટન ઇનિંગ્સ અને સિરાજનો તરખાટ; ભારતે USA ને 29 રનથી હરાવ્યું
T20 WC 2026: સૂર્યાની કેપ્ટન ઇનિંગ્સ અને સિરાજનો તરખાટ; ભારતે USA ને 29 રનથી હરાવ્યું
Rajkot News: રાજકોટમાં 'હું નથુરામ ગોડસે' નાટકમાં તોડફોડ; કોંગ્રેસે શો અટકાવ્યો, 40 કાર્યકરોની અટકાયત
Rajkot News: રાજકોટમાં 'હું નથુરામ ગોડસે' નાટકમાં તોડફોડ; કોંગ્રેસે શો અટકાવ્યો, 40 કાર્યકરોની અટકાયત
IND vs USA: સૂર્યકુમાર યાદવે અમેરિકાને બોલરને એવો ધોયો કે 19 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
IND vs USA: સૂર્યકુમાર યાદવે અમેરિકાને બોલરને એવો ધોયો કે 19 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
હરિયાણાના ‘સૂરજકુંડ મેળામાં' રાઈડ ધડામ દઈને નીચે પડી, પોલીસ ઇન્સ્પેક્ટરનું મોત, 15 ઘાયલ; જુઓ લાઈવ Video
હરિયાણાના ‘સૂરજકુંડ મેળામાં' રાઈડ ધડામ દઈને નીચે પડી, પોલીસ ઇન્સ્પેક્ટરનું મોત, 15 ઘાયલ; જુઓ લાઈવ Video
કાજુ ખરીદતા પહેલા આ 4 બાબતો તપાસજો! અમદાવાદમાં 3000 કીલો સડેલો જથ્થો પકડાયા બાદ ફૂડ વિભાગની સલાહ
કાજુ ખરીદતા પહેલા આ 4 બાબતો તપાસજો! અમદાવાદમાં 3000 કીલો સડેલો જથ્થો પકડાયા બાદ ફૂડ વિભાગની સલાહ
8th Pay Commission: સરકારી કર્મચારીઓ માટે ખુશખબર! 8માં પગાર પંચની વેબસાઈટ લોન્ચ, પગાર વધારા માટે માંગ્યા સૂચનો
8th Pay Commission: સરકારી કર્મચારીઓ માટે ખુશખબર! 8માં પગાર પંચની વેબસાઈટ લોન્ચ, પગાર વધારા માટે માંગ્યા સૂચનો
Owaisi vs Himanta:
Owaisi vs Himanta: "તમે 2 રૂપિયાના ભિખારી છો..." મંચ પરથી સિક્કો ઉછાળી ઓવૈસીનો આસામ CM પર કર્યા આકરા પ્રહાર
IND vs USA: બુમરાહને ટીમમાં કેમ ન મળ્યું સ્થાન? સૂર્યકુમાર યાદવે ટોસ સમયે કર્યો ખુલાસો
IND vs USA: બુમરાહને ટીમમાં કેમ ન મળ્યું સ્થાન? સૂર્યકુમાર યાદવે ટોસ સમયે કર્યો ખુલાસો
Embed widget