ગાંધીનગરઃ રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી. હવામાન વિભાગના મતે આગામી પાંચ દિવસ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસશે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
જ્યારે સુરત, ભરૂચ, ડાંગ અને તાપીમાં ભારે વરસાદની આગાહી છે. આ સાથે જ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ આગામી પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે. જ્યારે અમદાવાદ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
Gujarat Monsoon: અંબાલાલ પટેલે કરી જોરદાર આગાહી
ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર શરૂઆત થઈ ગઈ છે. આ દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. જે મુજબ આગામી 48 કલાકમાં ભારે વરસાદ પડશે. ગુજરાતના ભિન્ન વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે.
અંબાલાલ પટેલે બીજું શું કહ્યું
અંબાલાલ પટેલે આગાહી કરતાં કહ્યું, ઉત્તર ગુજરાતમાં 12 ઇંચ અને મધ્ય ગુજરાતમાં 10 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પુર આવી શકે છે. આહવા, ડાંગ, વલસાડ, સુરત, નવસારીમાં અતિભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રના દરિયા કિનારે, અમરેલી, રાજકોટ, જામનગરમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. મહેસાણા, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ પડી શકે છે. ગાંધીનગર અને અમદાવાદ શહેરમાં પણ ભારે વરસાદ પડશે. મહેસાણાથી ચોટીલા સહિતના પટ્ટામાં સાર્વત્રિક વરસાદ પડશે.
કચ્છમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ
વરસાદની આગાહી વચ્ચે કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં સવારથી જ વરસાહી માહોલ જામ્યો છે. માંડવીમાં ચેક ડેમ ઓવર ફલો થયો હતો. કચ્છમાં સતત બીજા દિવસે વરસાદ શરૂ થયો હતો. અબડાસા પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. મોથાળાથી કોઠારા જતા રસ્તા પર ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે વિઝિબલિટી પણ ડાઉન થઈ છે. સતત બીજા દિવસે કચ્છમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગઈ કાલે ઉપરવાસમાં પડેલ ભારે વરસાદના કારણે માંડવીનો ચેક ડેમ ઓવર ફલો થયો હતો. માંડવીનો ગુંદિયાલી શેખાઈબાગનો ચેક ડેમ ઓવર ફલો થયો હતો.
રાજ્યના જળાશયોની સ્થિતિ
રાજ્યમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત થતા ડ ડેમોમા પાણીન આવક વધી ગઇ છે. રાજ્યના 10 ડેમ હાઈએલર્ટ, એલર્ટ હેઠળ છે. 10 જળાશયો પૈકી 6 જળાશય હાઈએલર્ટ પર છે. જ્યાં 90 ટકા કે તેથી વધુ પાણીનો સંગ્રહ થયો છે. બાકી ત્રણ જળાશય એલર્ટ પર છે જ્યાં 80થી 90 ટકા પાણીનો જથ્થો છે. જ્યારે એક જળાશયમાં 70થી 80 ટકા વચ્ચે પાણીનો સંગ્રહ હોવાનું વોર્નિંગ સિગ્નલ છે. રાજ્યના કુલ 207 જળાશયોમાં 39.91 ટકા પાણીનો સંગ્રહ છે. જેમાં સરદાર સરોવર ડેમમાં 51.47 ટકા છે. તો ઉત્તર ગુજરાતના 15 ડેમોમાં 46.84 ટકા પાણીનો સંગ્રહ છે.