નવસારીમાં યુવતીની હત્યાનો ભેદ ઉકેલાયો હતો. મળતી જાણકારી અનુસાર, નવસારીમાં યુવતીની હત્યાનો કેસ પોલીસે ઉકેલ્યો હતો. પોલીસે આ મામલે મયુર ઉર્ફે માયા રાજુભાઈ હળપતિ નામના એક યુવકની અટકાયત કરી હતી. નોંધનીય છે કે નવસારીના ગણદેવી તાલુકાના દુવાડામાં મંગળવારે હત્યા કરાયેલી યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો.




આ કેસમાં પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે પરિણીતાએ શરીર સંબંધ બાંધવાને લઇને યુવક સાથે ઝઘડો કર્યો હતો અને તેને બદનામ કરવાની ધમકી આપી હતી. જેનાથી ગુસ્સે થયેલા યુવકે યુવતીની હત્યા કરી હતી અને બાઇક પર ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો હતો. જોકે પોલીસે સીસીટીવીના આધારે તપાસ કરી આરોપી યુવકની ઓળખ કરી ઝડપી લીધો હતો. યુવકે કબૂલાત કરી હતી કે પૈસાની લેતીદેતીના કારણે તેણે યુવતીની હત્યા કરી હતી. પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે યુવતીએ શરીર સંબંધ બાંધવાના બદલામાં 2500 રૂપિયા લીધા હતા હતા. ત્યારબાદ યુવક સાથે ઝઘડો કરી બદનામ કરવાની ધમકી આપી હતી. જેથી યુવકે ગુસ્સામાં આવી તેની હત્યા કરી હતી.


ગણદેવીના દુવાડા ગામે આવેલ શ્રીરામ કવોરીની સામે મંગળવારે યુવતીની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. જેને પગલે એલસીબી અને સર્કલ ઇન્સ્પેકટરની ટીમ સહિતની ટીમોએ હત્યારાને શોધવા માટે તપાસ શરૂ કરી હતી. નવસારી એલસીબીએ આસપાસનાં સીસીટીવી, કવોરીમાં કામ કરતા કામદારો સહિતની તપાસ કરી હતી. જેમાં પોલીસને એક સીસીટીવી ફૂટેજમાં એક યુવક બાઈક ઉપર એક યુવતીને લઇને જતો જોવા મળ્યો હતો. જોકે બાદમાં તે જ રસ્તેથી તે યુવક બાઇક પર એકલો જોવા મળ્યો હતો. જેથી બાઇક પરથી આરોપીની ઓળખ કરી હતી.


આ યુવકની ઓળખ ગણદેવીના સુગર ફેકટરી સામે રહેતા મયુર ઉર્ફે માયા રાજુભાઈ હળપતિ તરીકે થઇ હતી. પોલીસે તેની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી હતી. જેમાં તેણે કબૂલાત કરી હતી કે તેણે યુવતી સાથે શરીર સંબંધ બાંધવા માટે નાણાકીય લેતી દેતી કરી હતી પરંતુ યુવતીએ તેને બદનામ કરવાની ધમકી આપી હતી. જેનાથી ગુસ્સે થઇને તેણે યુવતીની હત્યા કરી દીધી હતી. એલસીબી અને નવસારી જિલ્લા પોલીસે હત્યા થયાના ફક્ત બે દિવસમાં તેનો ભેદ ઉકેલવવામાં સફળતા મળી હતી.