Gujarat Rain Forecast: બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ ગુજરાત પરથી પસાર થતાં છેલ્લા 2 દિવસથી ગુજરાતમાં કયાંક મધ્યમ તો ક્યાંક ભારે વરસાદ વરરસ્યો છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં આ રાઉન્ડમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ હવે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઇ ગઇ છે. આ સિસ્ટમ ગુજરાત અને રાજસ્થાન પરથી પસાર થઇને હવે આ સિસ્ટમ રાજસ્થાન ગુજરાત અને પાકિસ્તાન વચ્ચેના વિસ્તારમાં સ્થિર છે. આ સિસ્ટમની ગતિને જોતા હવામાન વિભાગે સિસ્ટમ પાકિસ્તાન તરફ ગતિ કરે તેવી આગાહી કરી છે. જેના પગલે ગુજરાતમાં 2 દિવસ બાદ વરસાદનું પ્રમાણ ઘટી જશે.

Continues below advertisement

આજે ક્યાં વરસશે વરસાદ?

હવામાન વિભાગની આગાહી મુજબ આજે  ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારે તો કેટલાક જિલ્લામાં હળવા વરસાદ રહેશે, ખાસ કરીને  કચ્છમાં આગામી 2 દિવસ હજુ પણ ભારે વરસાદ વરસતો રહેશે, કચ્છમાં આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી છે.  જો કે અન્ય વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ વરસતો રહેશે. કચ્છમાં આજે અને આવતી કાલ સુધી ભારે વરસાદનું અનુમાન છે.

Continues below advertisement

ભારે વરસાદ ક્યાં વરસશે.

કચ્છના વિસ્તારો, બનાસકાંઠા, પાટણ,  મોરબી, જામનગર, ગીરસોમનાથ,  દેવભૂમિ દ્વારકા, રાજકોટ, સુરેન્દ્રનગર, પોરબંદરમાં આજે ભારે વરસાદની આગાહી છે. ગુજરાતમાં 8 સપ્ટેમ્બરથી મોટાભાગના વિસ્તારમાંથી વરસાદનું પ્રમાણ ઘટી જશે. હવામાન વિભાગના અનુમાન મુજબ અમદાવાદ, ખેડા, આણંદ,પંચમહાલ, છોટાઉદેપુર,  વડોદરા, વલસાડ, તાપી, ગાંધીનગર, અરવલ્લી, દાહોદ, નર્મદા ભરૂચ સુરત,તાપી, વલસાડ, નવસારીમાં હવે વરસાદનું જોર ઘટતું જોવા મળશે. જો કે  આગામી 2 દિવસ કચ્છમાં ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં  આજે ભારે વરસાદ વરસશે જો કે આવતીકાલથી કચ્છને છોડીને તમામ વિસ્તારમાં વરસાદનું પ્રમાણ ઘટી જશે.

છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસ્યો વરસાદ 

છેલ્લા 24 કલાકમાં  સુઈગામ  16.14 ઈંચ,ભાભર  12.91 ઈંચ,વાવ  12.56 ઈંચ,રાપર  12.48 ઈંચ,થરાદ  11.73 ઈંચ,સાંતલપુર  7.56 ઈંચ,રાધનપુર  7.17 ઈંચ,દિયોદર  6.69 ઈંચ,માળિયા  4.57 ઈંચ,વાલોદ  4.41 ઈંચ,દહેગામ  4.33 ઈંચ,કપરાડા  4.13 ઈંચ,વ્યારા  4.06 ઈંચ,વલસાડ  3.74 ઈંચ,ધરમપુર  3.54 ઈંચ,ગાંધીધામ  3.43 ઈંચ,ખેરગામ  3.39 ઈંચ ,ડોલવણ  3.39 ઈંચ,મોરબી  3.35 ઈંચ,દાંતા  3.31 ઈંચ,અંજાર  3.27 ઈંચ,વઘઈ  3.23 ઈંચ,ઉમરગામ  3.19 ઈંચ,લાખણી  3.19 ઈંચ,ઈડર  3.07 ઈંચ,ભીલોડા  3.03 ઈંચ,મહુવા  3.03 ઈંચભુજ  3.00 ઈંચ વરસાદ વરસ્યો