ગાંધીનગર: ગુજરાતમાં સતત બે દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે. રાજ્યમાં માવઠાને લઈ તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં હવેથી ઠંડીનુ જોર વધશે. કમોસમી વરસાદના કારણે લધુત્તમ તાપમાનમાં ઘટાડો થશે. કમોસમી વરસાદ બાદ હવે ઠંડીનું જોર વધશે.  


કમોસમી વરસાદ બાદ ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. અમદાવાદમાં 18 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. રાજકોટ શહેરમાં  પણ  18 ડિગ્રી આસપાસ  તાપમાન નોંધાયું છે. બનાસકાંઠા અને ડીસામાં 18 ડિગ્રી અને સુરતમાં 21 ડિગ્રી તેમજ નલિયામાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું છે.


હવામાન વિભાગના અનુમાન મુજબ પૂર્વ દિશા તરફથી આવતા પવન અને ભેજના કારણે કમોસમી વરસાદ વરસ્યો છે. સોમવાર બપોર સુધી રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં સોમવાર સુધી કમોસમી વરસાદ વરસી શકે છે.  30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન  ફુંકાઈ શકે છે.  


ગુજરાતમાં હજુ વરસાદ ભુક્કા કાઢશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી 


સમગ્ર ગુજરાતમાં છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદ સતત વરસી રહ્યો છે.  રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ  આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર,  આજે ગુજરાતના અમુક જિલ્લામાં ગાજવીજ સાથે છુટાછવાયા વરસાદની આગાહી છે.        


ગાજવીજ સાથે સામાન્ય છૂટાછવાયા  વરસાદની આગાહી


કચ્છ , બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અમદાવાદ , સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગરમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.  જ્યારે છોટા ઉદેપુર , નવસારી, તાપી , ડાંગ , વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે સામાન્ય છૂટાછવાયા  વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.  


તાપમાનમાં ચારથી પાંચ ડિગ્રીનો ઘટાડો થશે


ગુજરાતના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર,   કમોસમી વરસાદને લઈ તાપમાનમાં ચારથી પાંચ ડિગ્રીનો ઘટાડો થશે. હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે ત્યારે મેઘરાજાએ સમગ્ર ગુજરાતને ઘમરોળી નાંખ્યું હતું. રવિવારે રાજ્યનાં 220 તાલુકાઓમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. જેમાં 44 તાલુકાઓમાં તો એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો.રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથમાં અનેક સ્થળોએ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. લોધિકામાં બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.


Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial