ગાંધીનગર: હસમુખ પટેલે ટ્વિટ કરીને જણાવ્યું કે લોકરક્ષક ભરતીની લેખિત પરીક્ષા તારીખ 10 એપ્રિલના રોજ જ લેવામાં આવશે. ભૂતકાળમાં જ્યારે પણ તારીખમાં ફેરફાર થયેલ છે ત્યારે તરત જ વેબસાઈટ તથા ટીવી ચેનલોના માધ્યમથી ઉમેદવારોને જાણ કરવામાં આવેલ છે. ઉમેદવારો વેબસાઈટ જોતા રહે અને અફવાથી સાવચેત રહે.
પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા મે મહિનામાં લેવામાં આવશે તેવો ખોટો મેસેજ સોશિયલ મીડિયા પર ફરતો થયેલા નું ધ્યાન પર આવેલ છે,જે સાવ ખોટો છે. આવું કરનાર વિરુદ્ધમાં પગલા લેવા માટે પોલીસ તપાસ શરુ કરવામાં આવેલ છે.
ઉલ્લેખનીય છે કે લોકરક્ષક કેડરની શારીરીક કસોટીમાં પાસ થનાર તમામ ઉમેદવારોની લેખિત પરીક્ષાનું આયોજન તારીખ 10/04/2022 (રવિવાર)ના રોજ કરવામાં આવશે.
ગુજરાત પોલીસ વિભાગમાં લોકરક્ષક કેડરની હથિયારી અને બિનહથિયારી કોન્સ્ટેબલ-લોકરક્ષક તથા એસઆરપીએફ કોન્સ્ટેબલની 10,459 જગ્યાઓ માટે સીધી ભરતી કરવાની અંતિમ તારીખ 9 નવેમ્બરે પૂરી થઈ હતી. ભરતી માટે કુલ 12 લાખ જેટલી અરજીઓ આવી હતી જેમાંથી 9.46 લાખ અરજીઓ કન્ફર્મ થઈ હતી. લોકરક્ષક દળની ભરતીના ચેરમેન હસમુખ પટેલે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, લોકરક્ષક માટે 6,92,190 પુરૂષ અને 2,54,338 મહિલા ઉમેદવારો મળીને કુલ 9,46,528 અરજી કન્ફર્મ થઈ છે. છેલ્લા દિવસે 86,188 અરજીઓ મળી હતી.
GUJARAT : કોસ્ટલ સિક્યુરિટીના જવાનોની નોકરી અંગે હાઇકોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો, જાણો સમગ્ર વિગત
ગુજરાતના કોસ્ટલ એરિયામાં કોસ્ટલ સિક્યોરિટીમાં ફરજ બજાવતા યુવાનોની નોકરી અંગે આજે ગુજરાત હાઇકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. ગુજરાત હાઇકોર્ટે આ કોસ્ટલ સિક્યોરિટીમાં ફરજ બજાવતા યુવાનોની નોકરી કાયમી ગણાશે એવો મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. હાઇકોર્ટના આ આદેશ બાદ રાજ્યના દરિયામાં પેટ્રોલિંગ કરતી 30 બોટના જવાનોને કાયમી નોકરીના હકક અને લાભ મળશે. મુંબઈમાં 26-11 ના રોજ બનેલી આતંકી ઘટના બાદ દેશભરમાં કોસ્ટલ સિક્યુરિટીની ફોર્સ ઊભી કરાઇ હતી. દેશના અન્ય રાજ્યમાં ફરજ બજાવતા જવાનોને કાયમી નોકરીનો લાભ મળતો હતો, પણ ગુજરાતના જવાનો અત્યાર સુધી હંગામી ગણાતા હતા.