કચ્છ: રાપર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં સગા ભાઈએ જ ભાઈની હત્યા કરી નાખી છે, જેને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. રાપરના ગામમાં નાના ભાઈએ જ મોટા ભાઈને પતાવી દઈ લાશને કૂવામાં નાખી દીધી હતી. આ ઘટના અંગે સામે આવેલી વિગતો અનુસાર સાટામાં આપેલી દિકરીને વળાવવામાં વિલંબ કરતા સગા ભાઈએ જ મોટા ભાઈને પતાવી દીધો હતો. મૃતકે ભાઈના લગ્ન કરાવી સાટામાં દીકરી પરણાવેલી હતી. દીકરીને સાસરે વળાવવામાં મોટો ભાઈ વિલંબ કરતો હોવાથી બંને ભાઈઓ વચ્ચે અવર નવર બોલાચાલી થતી. આખરે કંટાળીને નાનાભાઈએ મોટા ભાઈની હત્યા કરી લાશને કૂવામાં ફેંકી દીધી હતી. હાલ પોલીસે આરોપીને પકડી આગળની કાર્યવાહી શરૂ કરી છે.
ભાવનગરના નવા બંદર રોડ પર ગમખ્વાર અકસ્માત, કાર સાથે ડમ્પર અથડાતાં ઘટનાસ્થળે જ 4નાં મોત
ભાવનગર નજીક નવા બંદર રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાતા ઘટનાસ્થળે જ 4 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. 4 મૃતક યુવક 28થી 32 વર્ષના હોવાનું જાણવા મળ્યું છે. ભાવનગરના નવાબંદર રોડ પર ગોઝારી ઘટના સર્જાઇ. વહેવી સવારે સ્વીફ્ટ કાર અને ડમ્પર એકબીજા સાથે અથડતાં 4નાં મોત નિપજ્યાં છે. ઘટનાની જાણ થતાં 108ની ટીમ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી હતી જો કે અહીં 4 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે.
અકસ્માતમાં મૃત્યુ પામનાર યુવક ભાવનગર શહેરના કરચલિયા પરા વિસ્તારના હોવાનું જાણવા મળ્યું છે.અકસ્માત સર્જાતા રોડ ઉપર ટ્રાંફિક જામ થયો હતો. તમામ યુવકો 28 થી 32 વર્ષ ના છે હોવાનું જાણવા મળી રહ્યું છે.ભાવનગર શહેરની નજીક આવેલ નવાબંદર રોડ હૃદય કંપાવી દેતી ઘટના બની છે. જેમાં 4 લોકોના ઘટનાસ્થળે જ મોત થાય છે. પર આજે વહેલી સવારે સ્વીફ્ટ કાર અને ડમ્પર વચ્ચે એવી જોરદાર ટક્કર થઇ કે ઘટનામાં 4 લોકોના ઘટનાસ્થળે જ મોત થઇ હતા.
વઘાસી નજીક નેશનલ હાઇવે પર હિટ એન્ડ રનની ઘટના
HIT AND RUN: વઘાસી નજીક નેશનલ હાઇવે પર હિટ એન્ડ રનની ઘટના બની છે. અજાણ્યા વાહનની ટક્કરે બે યુવકોના મોત થયા છે. પુરપાટ ઝડપે જતા વાહને ટક્કર મારતા બંને યુવાનો 15 ફૂટ દૂર ફંગોળાયા હતા. મૃતક યુવાનો ઉત્તરપ્રદેશ અને બિહારના મૂળ રહેવાસી હોવાની વાત સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે આ બન્ને યુવકો વઘાસી નજીક ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા. હાઇવે રોડ પરથી પસાર થતા અજાણ્યા વાહને ટક્કર મારી હતી. હાલમાં મૃતક બંને યુવાનોના મૃતદેહને PM માટે હોસ્પિટલે ખસેડાયા છે. આણંદ ગ્રામ્ય પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.