જમ્મુ કાશ્મીરના પહલગામ આતંકી હુમલા બાદ ગુજરાતમાંથી 22 પાકિસ્તાની નાગરિકોને હાંકી કાઢવામાં આવ્યા છે. શોર્ટ ટમ વિઝા પર ગુજરાતમાંથી 22 પાકિસ્તાનીઓની રવિવારે હકાલપટ્ટી કરવામાં આવી છે. અમદાવાદમાંથી 5, ભરૂચમાંથી 1 અને જૂનાગઢથી ત્રણ પાકિસ્તાનીઓની હકાલપટ્ટી કરવામાં આવી હતી. મહિસાગર અને મહેસાણામાંથી 6-6 પાકિસ્તાની નાગરિકની હકાલપટ્ટી કરાઇ હતી. વડોદરા શહેરમાંથી એક પાકિસ્તાની નાગરિકને હાંકી કાઢવામાં આવ્યો હતો.
ગુજરાતમાં હજુ પણ 441 પાકિસ્તાની નાગરિકો
લોંગ ટર્મ વિઝા પર ગુજરાતમાં હજુ પણ 441 પાકિસ્તાની નાગરિકો હોવાનો ખુલાસો થયો છે. સૌથી વધુ અમદાવાદમાં 77 પાકિસ્તાની લોંગ ટર્મ વિઝા પર રહે છે. અમદાવાદ ગ્રામ્યમાં 3, અમરેલીમાં 4, આણંદમાં 12, અરવલ્લીમાં 1, બનાસકાંઠામાં 3, ભરૂચમાં 16, છોટાઉદેપુરમાં 1, દાહોદમાં 4 પાકિસ્તાની લોંગ ટર્મ વિઝા પર રહે છે. દ્વારકામાં 3, ગાંધીનગરમાં 8, ગીર સોમનાથમાં 21, જામનગરમાં 31, જૂનાગઢમાં 36, ખેડામાં 7, પૂર્વ કચ્છમાં 3, પશ્ચિમ કચ્છમાં 50 પાકિસ્તાનીઓ છે.
મહીસાગરમાં 3, મહેસાણામાં 6, નવસારીમાં 6, પંચમહાલમાં 23 પાકિસ્તાની લોંગ ટર્મ વિઝા પર વસી રહ્યા છે. પાટણમાં 2, પોરબંદરમાં 6, રાજકોટ શહેરમાં 14 અને રાજકોટ રૂરલમાં 22, સુરત શહેરમાં 44, સુરત રૂરલમાં 8, સુરેન્દ્રનગરમાં 5, વડોદરા શહેરમાં 14, વડોદરા રૂરલમાં 2 અને વલસાડમાં 6 પાકિસ્તાનીઓ લોંગ ટર્મ વિઝા પર રહે છે.
અમદાવાદમાં ઘૂસણખોર બાંગ્લાદેશીઓને લઈ મોટા સમાચાર આવ્યા છે. કાર્યવાહીના ડરથી મોટાભાગના ઘૂસણખોરો ઘર ખાલી કરીને ભાગી ગયા છે. ચંડોળા તળાવ વિસ્તારમાંથી ઘૂસણખોરો રફુચક્કર થવા લાગ્યા હતા. વર્ષ 2009માં મનપાએ ડિમોલિશનની કાર્યવાહી કરી હતી. ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદે વીજળી કનેકશનની આશંકા છે. વીજ કંપનીના અધિકારીઓને સાથે રાખી ચેકિંગ હાથ ધર્યું હતું. ઘૂસણખોર બાંગ્લાદેશીઓએ ખોટી રીતે વીજ કનેકશન લીધા હોવાથી કાર્યવાહી કરવામા આવી છે. પોલીસ કમિશનરની હાજરીમાં પોલીસ અને વીજ કંપનીએ કાર્યવાહી કરી હતી. છેલ્લા બે દિવસથી અમદાવાદ સહિત રાજ્યભરમાં ઘૂસણખોરો પર સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી હતી. અમદાવાદમાં 1 હજારથી વધુ ગેરકાયદે બાંગ્લાદેશીઓ ઝડપાઈ ચૂક્યા છે.
અમદાવાદ પોલીસે 890 અને સુરત પોલીસે 134 લોકોની અટકાયત કરી છે. ગુજરાત પોલીસની આજ દિન સુધીનું સૌથી મોટું ઓપરેશન છે, જેમા ગેરકાયદે રહેતા લોકો સામે પોલીસે લાલ આંખ કરી છે. આ લોકો બંગાળના માધ્યમથી ગેરકાયદે રીતે બોગસ ડોક્યુમેન્ટ બનાવી ગુજરાતના અલગ રાજ્યોમાં રહી ચૂક્યા છે. ઝડપાયેલા લોકોમાં ડ્રગ્સ કાર્ટિગ અને હ્યુમન ટ્રાફિકિંગ સાથે સંકળાયેલા છે. અગાઉ સ્લીપર શેલ માટે કામ કરતા હોવાનું સામે આવ્યું હતું. આ તમામ લોકોની ગતિવિધિ ગુજરાતમાં શું હતી તેની તપાસ ચાલી રહી છે. હું સ્પષ્ટ સૂચના આપું છું કે આવા લોકો ગેરકાયદે રીતે ગુજરાતમાં રહેતા હોય તો પોલીસ સમક્ષ હાજર થઈ જાય.નહીંતર કડક પગલાં લેવામાં આવશે.