Dearness Allowance: :રાજ્ય સરકારે રાજ્યના કર્મચારી માટે મહત્વો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થામાં જુલાઈ-2023થી ચાર ટકાનો વધારો કર્યો છે.  રાજ્ય સરકારના આ નિર્ણયથી 4.45 લાખ કર્મચારીઓને  મોંઘવારી ભથ્થાનો લાભ મળશે. 4.63 લાખ પેન્શનરોને પણ મોંઘવારી ભથ્થાનો લાભ મળશે.ભથ્થામાં વધારાની રકમ ત્રણ હપ્તામાં પગાર સાથે ચુકવાશે. તફાવત રકમ-એરિયર્સ ત્રણ હપ્તામાં પગાર સાથે ચુકવાશે. NPSના કર્મચારીએ  10 ટકા ફાળો આપવાનો રહેશે. NPSના કર્મચારીઓમાં રાજ્ય સરકાર 14 ટકા આપશે.


આ મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા અન્ય એમ કુલ 4.45 લાખ કર્મયોગીઓ અને અંદાજે 4.63 લાખ જેટલા નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શનર્સને મળવાપાત્ર થશે.મોંઘવારી ભથ્થાની 1 જુલાઈ 2023થી ફેબ્રુઆરી-2024 સુધીની તફાવતની રકમ ત્રણ હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે. જુલાઈ-2023થી સપ્ટેમ્બર-2023 સુધીની તફાવત રકમ માર્ચ-2024ના પગાર સાથે, ઓક્ટોબરથી ડિસેમ્બર 2023ની એરિયર્સની રકમ એપ્રિલ-2024ના પગાર સાથે તેમ જ જાન્યુઆરી અને ફેબ્રુઆરી-2024ના મોંઘવારી ભથ્થાની એરિયર્સની રકમ મે-2024ના પગાર સાથે કર્મયોગીઓને ચૂકવવામાં આવશે.                                               


કર્મચારીઓની માંગણીઓને  ધ્યાનમાં રાખીને સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્ય  નવી વર્ધિત-પેન્શન યોજના એન.પી.એસ.માં કર્મચારી અને રાજ્ય સરકારના ફાળા અંગે પણ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.આ નિર્ણય મુજબ હવે એન.પી.એસ. અન્વયે કર્મચારીએ 10 ટકા ફાળો ભરવાનો રહેશે અને રાજ્ય સરકાર તેની સામે 14 ટકા ફાળો આપશે.                                                                                                                                   


એલ.ટી.સીમાં પણ રાજય સરકારે મહત્વનો  નિર્ણય લીધો છે. એલટીસીમાં અત્યાર સુધી  ગણતરી 6ઠ્ઠા પગાર પંચના પગાર ધોરણ અનુસાર થતી હતી જે હવેથી સાતમા પગાર પંચના અનુસાર થશે અને જે મુજબ ચુકવવાનો નિર્ણય સરકારે કર્યો છે.