શોધખોળ કરો

રાજ્યમાં આગામી 2 દિવસ પડશે વરસાદ, જાણો ચોમાસાને લઇને અંબાલાલ પટેલે શું કરી આગાહી

Gujarat Weather: રાજ્યભરમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં રાજ્યના હવામાનને લઇને આગાહી કરી છે, જાણીએ ચોમાસુ અને કમોસમી વરસાદને લઇને હવામાન વિભાગે શું આગાહી કરી

Gujarat  Weather: રાજ્યના ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી દિવસોને લઈને મહત્વપૂર્ણ આગાહી કરી છે.અંબાલાલ પટેલના અનુમાન મુજબ, આગામી બે દિવસમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના કારણે આ વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.જો કે, એક તરફ વરસાદની આગાહી છે, તો બીજી તરફ ગરમીમાંથી રાહત મળવાની શક્યતા ઓછી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 12 મે સુધી રાજ્યમાં આકરી ગરમી યથાવત રહેશે.

તાપમાનની વાત કરીએ તો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં તાપમાન 44 ડિગ્રી સુધી પહોંચી શકે છે. કચ્છ જિલ્લામાં 42 ડિગ્રી સુધી અને ઉત્તર સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં 43 ડિગ્રી સુધી તાપમાન નોંધાઈ શકે છે.આ ઉપરાંત, 20થી 23 મે દરમિયાન રાજ્યમાં ફરી વરસાદી માહોલ સર્જાવાની શક્યતા છે. દરિયામાં ઊંચા મોજા ઉછળવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેને લઈને માછીમારોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.ચોમાસાને લઈને પણ મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, ગુજરાતમાં આશરે 15 જૂન આસપાસ ચોમાસાની શરૂઆત થઈ શકે છે.

આ પણ વાંચો:Gir Somnath Rain: ગીર સોમનાથના વાતાવરણમાં આવ્યો પલટો, તુલસીશ્યામમાં ખાબક્યો વરસાદ

હવામાન વિભાગની આગાહી

 હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં હજુ ત્રણથી ચાર  દિવસ વાતાવરણમાં પલટો જોવા મળશે અને થન્ડરસ્ટ્રોર્મ એક્ટિવિટીના કારણે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસશે, સૌરાષ્ટ્ર, કચ્છ,પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં ખાસ કરીને થન્ડરસ્ટ્રોર્મ એક્ટિવિટીની અસર બપોર બાદ જોવા મળશે. વેસ્ટર્સન્સ ડિસ્ટર્બન્સની અસરના કારણે આગામી 4થી5 દિવસ રાજ્યમાં આ સ્થિતિ જોવા મળશે, ઉલ્લેખનિય છે કે, હાલ અરબી સમુદ્રમાંથી ભેજવાળા પવન આવી રહ્યાં છે. જેના કારણે રાજ્યભરની વેઘરની પેર્ટન ઉનાળામાં થોડી બદલાઇ છે. જો એક અન્ય એન્ટી સાયક્લોનિક સિસ્ટમ પણ એક્ટિવ છે. જેથી સમગ્ર ગુજરાતમાં ભારે સાર્વત્રિક વરસાદની શક્યતા ઓછી છે.  

વાતાવરણમાં પલટાના કારણે હાલ તાપમાનનો પારો 2થી3 ડિગ્રી નીચે જતાં અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ભેજવાળા પવન વહેતા અને વરસાદ આવતા ગરમીથી રાહત મળે છે. પરંતુ ફરી 9 મે બાદ ગરમીમાં વધારો થશે અને તાપમાન ફી 41 ડિગ્રીના પાર પહોંચે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. વડોદરા, અમદાવાદ, રાજકોટ, અમરેલી સુરેન્દ્રનગર, જૂનાગઢ સહિતના વિસ્તારમાં તાપમાનનો પાર 43ને પાર થાય તેવી શકયતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. એટલે કે વાતાવરણમાં પલટાની સ્થિતિ 7 કે 8 મે સુધી રહેશે બાદ ફરી ઉનાળો તેનો મિજાજ બતાવશે અને કાળઝાળ ગરમીનો અનુભવ થઇ શકે છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ખેડૂતો આનંદો... આ વર્ષે 4 દિવસ વહેલું બેસશે ચોમાસું, ગુજરાતમાં આ તારીખથી વરસશે ચોમાસાનો વરસાદ ?
ખેડૂતો આનંદો... આ વર્ષે 4 દિવસ વહેલું બેસશે ચોમાસું, ગુજરાતમાં આ તારીખથી વરસશે ચોમાસાનો વરસાદ ?
Weather forecast: રાજ્યમાં ભીષણ ગરમીની આગાહી, રાજકોટ સહિત આ જિલ્લામાં ગરમીનું યલો એલર્ટ
Weather forecast: રાજ્યમાં ભીષણ ગરમીની આગાહી, રાજકોટ સહિત આ જિલ્લામાં ગરમીનું યલો એલર્ટ
IMD 2026 રિપોર્ટ: દેશમાં વરસાદની ખેંચ વર્તાઈ શકે છે, જાણો કયા વિસ્તારોમાં સૌથી ઓછો વરસાદ પડશે
IMD 2026 રિપોર્ટ: દેશમાં વરસાદની ખેંચ વર્તાઈ શકે છે, જાણો કયા વિસ્તારોમાં સૌથી ઓછો વરસાદ પડશે
અમદાવાદ-ધોલેરા સેમી હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી, 20,665 કરોડનો ખર્ચ થશે 
અમદાવાદ-ધોલેરા સેમી હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી, 20,665 કરોડનો ખર્ચ થશે 
Advertisement

વિડિઓઝ

PM Modi Appeal : PM મોદીની અપીલ બાદ ભાજપ શાસિત રાજ્યોએ શું લીધો નિર્ણય?
Fertilizer Price Hike : ખેડૂતો માટે માઠા સમાચાર ખાતરના ભાવમાં ધરખમ વધારો
Hun To Bolish : હું તો બોલીશ : કોના બાપની દિવાળી ?
Hun To Bolish : હું તો બોલીશ : પોલીસ નહીં કાઢે વરઘોડો
Summer Vacation : ઉનાળુ વેકેશનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓનો ધસારો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather: દેશમાં કાલે ક્યાંક કાળઝાળ ગરમી તો ક્યાંક વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ આગાહી
Weather: દેશમાં કાલે ક્યાંક કાળઝાળ ગરમી તો ક્યાંક વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ આગાહી
NEET પેપર લીક મામલે CBI એ વધુ 2 લોકોને ઝડપ્યા, અત્યાર સુધી 7 આરોપીઓની ધરપકડ
NEET પેપર લીક મામલે CBI એ વધુ 2 લોકોને ઝડપ્યા, અત્યાર સુધી 7 આરોપીઓની ધરપકડ
દેવાસમાં ફટાકડાની ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ; 15 લોકોના મોતની આશંકા, સ્થાનિક લોકોએ લગાવ્યા ગંભીર આરોપ
દેવાસમાં ફટાકડાની ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ; 15 લોકોના મોતની આશંકા, સ્થાનિક લોકોએ લગાવ્યા ગંભીર આરોપ
મોંઘવારીનો માર, હવે જેટ ફ્યૂલના ભાવ ડબલ થયા, હવાઈ મુસાફરી થશે વધુ મોંઘી 
મોંઘવારીનો માર, હવે જેટ ફ્યૂલના ભાવ ડબલ થયા, હવાઈ મુસાફરી થશે વધુ મોંઘી 
SBI માં જમા કરો ₹3,00,000 અને મેળવો ₹1,58,974 ફિક્સ વ્યાજ, સરકારી ગેરંટી સાથે 
SBI માં જમા કરો ₹3,00,000 અને મેળવો ₹1,58,974 ફિક્સ વ્યાજ, સરકારી ગેરંટી સાથે 
New Aadhaar Card Rules: આધાર કાર્ડ સાથે જોડાયેલા 5 નવા અપડેટ, જાણી લેશો તો સરળતાથી બનાવી શકશો ID
New Aadhaar Card Rules: આધાર કાર્ડ સાથે જોડાયેલા 5 નવા અપડેટ, જાણી લેશો તો સરળતાથી બનાવી શકશો ID
આખરે કેરળના નવા મુખ્યમંત્રીના નામની કરવામાં આવી જાહેરાત, જાણો કોંગ્રેસે કયા દિગ્ગજ નેતાની કરી પસંદગી
આખરે કેરળના નવા મુખ્યમંત્રીના નામની કરવામાં આવી જાહેરાત, જાણો કોંગ્રેસે કયા દિગ્ગજ નેતાની કરી પસંદગી
Delhi Gangrape Case: દિલ્લીમાં ફરી નિર્ભયાકાંડ, ચાલતી બસમાં સામુહિક દુષ્કર્મ બાદ મહિલાને રોડ પર ફેંકી
Delhi Gangrape Case: દિલ્લીમાં ફરી નિર્ભયાકાંડ, ચાલતી બસમાં સામુહિક દુષ્કર્મ બાદ મહિલાને રોડ પર ફેંકી
Embed widget