ગાંધીનગર:  આગામી પાંચ દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. ખેડૂતો પરથી  માવઠાનું સંકટ હટ્યું નથી.  હવામાન વિભાગે આ આગાહી કરી છે.  હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારે પવન સાથે વરસાદ વરસશે.  નજર કરીએ કયા દિવસે ક્યાં જિલ્લામાં વરસશે કમોસમી વરસાદ વરસશે તો આજે સુરત, તાપી, ડાંગ, વલસાડમાં વરસાદની આગાહી કરાઈ છે. 


આવતીકાલે અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, સુરત અને વલસાડમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  16 માર્ચે અમદાવાદ, ગાંધીનગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, કચ્છ, અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, વડોદરા, સુરત, વલસાડમાં વરસાદ વરસી શકે છે. 


17 માર્ચે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, અમરેલી, જૂનાગઢ, અરવલ્લી, મહેસાણા, સુરત, વલસાડ, ડાંગ, મહીસાગરમાં વરસાદ પડી શકે છે. 18 માર્ચે અમરેલી, જુનાગઢ, દાહોદ, ડાંગ, તાપી, વલસાડમાં કમોસમી વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગના મતે તો તાપમાનના પારામાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય પરંતુ આવતીકાલથી તાપમાનનો પારો 2 થી 4 ડિગ્રી ઘટશે.  ભુજ, નલિયા, પોરબંદર, રાજકોટ,  સુરેન્દ્રનગર, કેશોદ, સુરત અને વડોદરામાં 38 ડિગ્રી તાપમાન નોંધાયું છે.  અમદાવાદમાં 37 ડિગ્રી તાપમાન નોંધાયું છે.


Ambaji Prasad Controversy: અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ રહેશે ચાલુ, સંતો-શ્રદ્ધાળુઓ સામે ઝૂકી સરકાર


Ambaji Prasad Controversy: શક્તિપીઠ અંબાજીમાં એક સપ્તાહથી શરૂ થયેલા મોહનથાળ પ્રસાદના વિવાદનો અંત આવ્યો છે. અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ ચાલુ રહેશે. અંબાજી મંદિરમાં પ્રસાદના વિવાદને લઈ રાજ્ય સરકારના મંત્રી હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલ, અંબાજી મંદિરના આગેવાનોની બેઠક મળી હતી. જેમાં પ્રસાદ ચાલુ રાખવો કે નહીં તે મુદ્દે ચર્ચા થઈ હતી. જે બાદ મોહનથાળનો પ્રસાદ ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો હતો.









 


માઈભક્તો અને સંગઠનોની આસ્થાને ધ્યાનમાં રાખી નિર્ણય લેવામાં આવ્યો









ઋષિકેશ પટેલે જણાવ્યું, અંબાજીમાં પ્રસાદના સ્વરૂપે મોહનથાળ અને ચીકી બંને અપાશે. મોહનથાળના પ્રસાદની ગુણવત્તામાં સુધારો કરાશે. માઈભક્તો અને સંગઠનોની આસ્થાને ધ્યાનમાં રાખી નિર્ણય લેવામાં આવ્યો છે. મોહનથાળનો પ્રસાદ કોને બનાવવા આપવો તેને નિર્ણય મંદિર ટ્રસ્ટ કરશે. અંબાજી મંદિરના ભટ્ટજીની સરકાર સાથેની બેઠક બાદ નિર્ણય લેવાયો છે.  


રવિવારે કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોરે કહ્યું હતું, "જે પરંપરાઓ છે, જે શ્રદ્ધાઓ સાથે જોડાયેલો મહાપ્રસાદ છે તેને શા માટે બદલવામાં આવે છે? આ તો એવું છે કે મોહનથાળ બદલીને ત્યાં ચીકી ચાલુ.. કાલે મહુડીમાં સુખડી બદલીને ગોળ-ધાણા ચાલુ કરાશે!" જગદીશ ઠાકોરે આકરા શબ્દોમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરવા સામે નારાજગી વ્યક્ત કરી છે. આ સાથે પરંપરાને ફરી શરુ કરાવવાની નેમ લઈને કહ્યું કે અમે આ નહીં ચાલવા દઈએ.


પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદિશ ઠાકોરે જણાવ્યું કે, ભાજપ નિર્ણય ફેરવી તોળે છે.. સંમેત શિખર યાત્રાધામને પર્યટન સ્થળ જાહેર કર્યા બાદ થયેલા વિરોધ ના પગલે તેને ફરી યાત્રાધામ જાહેર કરવામાં આવ્યું... આવી જ રીતે મોહનથાળ નો પ્રસાદ બંધ કરવા ના વિરોધમાં કોંગ્રેસ ગામેગામ કાર્યક્રમો કરશે...ગામે ગામ મંદિરે મોહનથાળ ધરાવાશે અને ચલો યાત્રા ધામ અંબાજી કાર્યક્મ કરાશે..


પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે અંબાજીમાં મોહનથાળના બદલે ચીકીનો પ્રસાદ આપવામાં આવી રહ્યો છે તેની સામે નારાજગી વ્યક્ત કરી હતી. જગદીશ ઠાકોરે કહ્યું કે, "જે પરંપરાઓ છે, જે શ્રદ્ધાઓ સાથે જોડાયેલો મહાપ્રસાદ છે તેને શા માટે બદલવામાં આવે છે? આ તો એવું છે કે મોહનથાળ બદલીને ત્યાં ચીકી ચાલુ.. કાલે મહુડીમાં સુખડી બદલીને ગોળ-ધાણા ચાલુ કરાશે!