બનાસકાંઠા: દાંતીવાડા તાલુકાના ભાડલીમાં લૂંટની વિચિત્ર અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. લૂંટારૂઓ બાવા સાધુના  વેશમાં આવ્યાં હતા અને સોના સહિત રોકડ લઇને ફરાર થઇ ગયા હતા. લૂંટારૂ જે કારમાં આવ્યાં હતા. કાર હરિયાણા પાસિગની હોવાનું સામે આવ્યું  છે. જો કે સ્થાનિક લોકોની સજાગતાના કારણે લૂંટનો પ્રયાસ નિસ્ફળ ગયો હતો.


કઇ રીતે બની લૂંટની ઘટના

બનાસકાંઠાના દાંતીવાડાના ભાડલી ગામે ત્રણ લૂંટારૂ શખ્સ કારમાં આવ્યા હતા. રસ્તો પૂછવાના બહાને તેમણે રાહદારીને કંઇક પ્રવાહી પીવડાવ્યુ,  આ પાણીમાં નશીલો પદાર્થ હોય કે શું હોય,  રાહદારી બેશુદ્ધ જેવો બની ગયો. રાહદારી કંઇ સમજે તે પહેલા તો આ ત્રણેય લોકો સોના રોકડ સહિતનો મુદામાલ લઇને ફરાર થઇ ગયા હતા. જો કે લૂંટના ભોગ બનેલા વ્યક્તિએ ગામના લોકોને જાણ કરતા ગામના લોકોએ તેમની કારનો ટ્રક્ટરમાં પીછો કર્યાં હતો અને કાર રેતાળ જમીનમાં કાર ફસાઇ જતાં લૂંટારૂને રંગે હાથે ઝડપી પાડ્યાં હતા. સ્થાનિકોએ ત્રણેય લૂંટારૂને પોલીસના હવાલે કરી દીધા છે. પોલીસે કાર જપ્ત કરીને ત્રણેયની ધરપકડ કરી લીધી છે. પોલીસ હાલ ત્રણેયની પૂછપરછ કરી રહી છે.