Gujarat : ગુજરાતમાં અનેક કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ પહેલા સોમવારે અમદાવાદમાં અનેક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. હવે રાજ્યમાં ફરી એક વખત અનેક કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. અમદાવાદ અને વડોદરામાં ફરી એકવાર કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. શાળાઓ બાદ હવે કોર્ટ પરિસરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે.
પરિસરમાં પાર્ક કરેલા વાહનોની પણ તપાસ
ઈ-મેલ મારફતે બોમ્બ પ્લાન્ટ કર્યો હોવાની ધમકી આપવામાં આવી છે. ધમકીને પગલે બોમ્બ સ્કવોડ, ડોગ સ્કવોર્ડ અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમજ વિવિધ સુરક્ષા એજન્સીઓ પણ કોર્ટ પહોંચી હતી. કોર્ટ પરિસરમાં પાર્ક કરેલા વાહનોની પણ તપાસ હાથ ધરવામાં આવી હતી.
સુરક્ષા એજન્સીઓએ મોરચો સંભાળ્યો
ગત રોજ શાળાઓને ધમકી મળ્યા બાદ આજે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, વલસાડ અને રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. કોર્ટમાં બોમ્બ મૂક્યો હોવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો હતો. આ અંગેની જાણ થતાં જ ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ, પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. વિવિધ સુરક્ષા એજન્સીઓએ મોરચો સંભાળ્યો હતો. કોર્ટ પરિસરમાં પાર્ક કરેલા વાહનો સહિત સ્થળ પર તપાસ શરૂ કરાઈ હતી.
વલસાડ અને ગાંધીનગર કોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી હતી. કોર્ટને ઇમેલ દ્વારા ધમકી અપાઈ હતી. ધમકીથી પોલીસનો કાફલો કોર્ટ પહોંચ્યો હતો. સલામતીના ભાગરૂપે કોર્ટ પરિસર ખાલી કરાયું છે. ડોગ સ્ક્વૉડ, બૉમ્બ સ્કવૉડની ટીમ ઘટનાસ્થળે પહોચી છે.
આ પહેલા સ્કૂલને મળી હતી ધમકી
આ પહેલા સોમવારે રાજ્યમાં અમદાવાદની 15 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. જેમાં બપોરે 1 વાગ્યે બોમ્બ બ્લાસ્ટ થવાની ધમકી આપી હતી. તેમજ કારમાં બોમ્બ મૂક્યો હોવાનો પણ મેઈલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ધમકી મળતા પોલીસ તાત્કાલિક શાળાઓમાં પહોંચી હતી. તેમજ બોમ્બ સ્કવોર્ડ, ડોગ સ્કવોર્ડ તેમજ ફાયરની ટીમો સ્કૂલ ખાતે પહોંચી હતી. બાળકોને સુરક્ષિત રીતે સ્કૂલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
