અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને લઇને હજારો પદયાત્રીઓ પગપાળા અંબાજી જઇ રહ્યા છે ત્યારે અંબાજી નજીક એક જ કલાકમાં ત્રણ અકસ્માતની ઘટના બની હતી. પાન્છા નજીક અજાણ્યા વાહનની ટક્કરે મહિલાનું મોત થયું હતું તો ત્રિશુળીયા ઘાટ પાસે ટ્રક પલટતા ખલાસી ઈજાગ્રસ્ત થયો હતો.                


ઉપરાંત હડાદ નજીક અજાણ્યા વાહને અડફેટે લેતા પદયાત્રીને ઇજા પહોંચી હતી. આ અકસ્માતની ઘટનાઓમાં બે પુરૂષ ઈજાગ્રસ્ત થયા હતા જ્યારે એક મહિલાનું મોત થયું હતું


અંબાજીની આસપાસના વિસ્તારમાં વાહનોના અલગ અલગ સ્થળોએ અકસ્માત સર્જાયો હતો. પાન્છા પાસે અજાણ્યા વાહનની ટક્કરે મહિલાનું મોત થયું હતું. ત્રિશૂળીયા ઘાટ પાસે ટ્રક પલટી ખાતા ખલાસી ઘાયલ થયો હતો. હડાદ નજીક રાણપુર પાસે રસ્તે ચાલતા પદયાત્રીને અજાણ્યા વાહને ટક્કર મારી હતી. અકસ્માતની બે ઘટનામાં બે પુરુષને ઇજા પહોંચી હતી જ્યારે અંબાજીની એક મહિલાનું મોત થયું હતું. બે ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.                             


ઉલ્લેખનીય છે કે અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં ભક્તોની મોટી સંખ્યામાં ભીડ ઉમટી રહી છે.  મેળાના ત્રણ દિવસમાં 13 લાખ 32 હજાર ભક્તોએ માના દરબારમાં શીશ ઝુકાવ્યું હતું.  જ્યારે ત્રીજા દિવસે કુલ એક કરોડથી પણ વધુની આવક થઈ છે.  ભંડાર-ગાદી-કાઉન્ટર-ધાર્મિક સાહિત્ય કેન્દ્રની આવક 37 લાખની જ્યારે પ્રસાદ વિતરણની બેન્કની આવક 77 લાખ ની આવક થઈ છે.  ત્રણ દિવસમાં કુલ આવક 2 કરોડ 17 લાખની થઈ છે. સાથે જ વધુ 6 ગ્રામ સહિત 16 સોનું ભેટમાં મળ્યું છે.  સાથે જ 1 હજાર 424 ગ્રામ દાગીના ભેટ આપવામાં આવ્યા છે.  થોડા સમય પહેલા ચીકીના પ્રસાદીના વિતરણને લઈ વિવાદ સર્જાયો હતો.  ત્યારે મોહનથાળ કરતા ચીકીનું ઓછું વિતરણ થયું છે.  ચીકીના પ્રસાદનું વેચાણ 5 ટકાથી પણ ઓછું છે. ત્રણ દિવસમાં મોહનથાળના 6 લાખ 16 પેકેટનું વિતરણ કરાયું છે.  જ્યારે ચીકીના પ્રસાદનું 28 હજાર 65 પેકેટ વિતરણ થયા છે.  પ્રથમ દિવસે મોહનથાળના 93 હજાર 250 પેકેટ અને ચીકીના 6 હજાર 205 પેકેટનું વેચાણ થયું છે.  બીજા દિવસે 2 લાખ 76 હજાર પેકેટ મોહનથાળ અને 9 હજાર 800 પેકેટ ચીકી જ્યારે ત્રીજા દિવસે 3 લાખ 8 હજાર મોહનથાળના પેકેટ અને ચીકીના 12 હજાર પેકેટનું વિતરણ થયું છે.