ભાવનગર: ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો છે. જેના કારણે નદી-નાળા છલકાઈ ગયા હતાં જેને જોવા માટે લોકો ઉમટી પડ્યાં હતાં. આ ઉપરાંત ભારે વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી. ત્યારે ભાવનગર જિલ્લામાં ભારે વરસાદને કારણે મહિલા તાલુકાની ત્રણ નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ હતી.

છેલ્લા ત્રણ દિવસથી ભાવનગરમાં છૂટોછવાયા વરસાદી ઝાપટાં પડી રહ્યાં છે જને લઈને સમગ્ર જિલ્લામાં પ્રસરી ગઈ છે. જોકે ગઈકાલે ભાવનગર જિલ્લામાં ધોધમા વરસાદ ખાબક્યો હતો જેના કારણે નદી-નાળા છલકાઈ ગયા હતાં.

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં પણ ગઈકલે ભારે વરસાદ ખાબક્યો હતો. જેના કારણે મહુવા તાલુકાની ત્રણ નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ જોવા મળી હતી. જેને જોવા માટે લોકો ઉમટી પડ્યાં હતાં.

મહુવા તાલુકામાં ભારે વરસાદને કારણે બરોડી નદી, રોજકી અને માલણ નદી બે કાંઠે વહેતી થઈ હતી. મહુવાનાં મોટા ખુટવડા માલણ અને રોજકી નદીમાં સતત બીજા દિવસે ઘોડાપુર જોવા મળ્યું હતું. નદી બે કાંઠે વહેતી થતાં આસપાસના ગામના લોકો જોવા માટ ઉમટી પડ્યાં હતાં.

આ ઉપરાંત માલણ અને રોજકી નદીમાં નવી નીરની આવક થતાં ડેમની સપાટીમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થઈ રહી છે. જેને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી હતી.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી 48 કલાકમાં ભાવનગર જિલ્લામાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે.