સૌરાષ્ટ્રના આ જિલ્લામાં એક સાથે 3 મહિલાઓએ કોરોનાને આપી મ્હાત, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 27 May 2020 12:52 PM (IST)
આજે જૂનાગઢ જિલ્લાની ત્રણ મહિલાઓએ કોરોનાને મ્હાત આપતાં તેમણે હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.
જૂનાગઢઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. બીજી તરફ અનેક લોકો કોરોનાને મ્હાત પણ આપી રહ્યા છે. ત્યારે આજે જૂનાગઢ જિલ્લાની ત્રણ મહિલાઓએ કોરોનાને મ્હાત આપતાં તેમણે હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. સ્વસ્થ થયેલી મહિલાઓએ ડોક્ટર અને હોસ્પિટલ સ્ટાફનો આભાર માન્યો હતો. કોરોના દર્દી સાજા થતાં ડોક્ટર અને સ્ટાફ દ્વારા ફૂલો સાથે વિદાય આપવામાં આવી હતી. આ ત્રણ મહિલાઓમાંથી બે રાણપર અને એક જરીયાવડની મહિલાઓ છે. નોંધનીય છે કે, આજે સુરેન્દ્રનગરમાં પણ પાંચ લોકોએ કોરોનાને મ્હાત આપી છે. નોંધનીય છે કે, ગુજરાતમાં ગઈ કાલે એક સાથે 503 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે ગુજરાતમાં દર્દીઓનો રીકવરી રેટ વધીને 48.13 ટકા થઈ ગયો છે. જે લોકો માટે ખુબ સારા સમાચાર કહી શકાય. રાજ્યમાં અઠવાડિયા પહેલા દર્દીઓની રીકવરી રેટ 40.89 ટકા હતા. જે વધીને 48.13 ટકા થયો છે. જે સમગ્ર દેશના 41.60 ટકા રીકવરી રેટની સરખામણીએ વધારે છે.