ગાંધીનગર:  રાજ્યમાં કોરોના-ઓમિક્રોનના કેસોમાં આવેલા ધરખમ વધારાના પગલે સૌ દોડતા થયા છે. કોરોના-ઓમિક્રોનના  દરરોજ 4000થી વધુ કેસો નોંધાવા લાગતાં રાજ્ય સરકારે નાઈટ કરફ્યુ સહિતના કડક નિયમોનો અમલ કરવાનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારનીકોર કમિટીની બેઠકમાં લેવાયેલા નિર્ણય પ્રમાણે રાજ્યની તમામ શાળાઓ 31 જાન્યુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે. રાજ્યની તમામ શાળાઓમાં ધોરણ 1થી ધોરણ 9ના તમામ ક્લાસ બંધ કરાશે અને માત્ર ને માત્ર ઓનલાઈન ક્લાસ લેવાશે. 


રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ વધતા 10 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ લાગૂ કરાયો છે.   હવે રાજ્યમાં ફરીથી નિયંત્રણો લાગુ કરવાની જરૂરિયાત લાગતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને કોર કમિટિની બેઠક મળી હતી.  આ બેઠક પૂર્ણ થયા બાદ કોરોનાને લગતા નવા નિયંત્રણો લાગુ કરાયા છે.  રાજ્યના 10 શહેરોમાં રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ લાગૂ રહેશે. રાજ્યના 8 મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ જામનગર, ભાવનગર, જૂનાગઢ, ગાંધીનગર  ઉપરાંત આણંદ અને નડિયાદઆ બે શહેરોમાં પણ રાત્રિ કર્ફ્યૂ લાગુ કરાયો છે. 



રાત્રિ  કફ્યૂ સમયગાળા દરિમયાન નીચેની બાબતો લક્ષમાં  લેવાની રહેશે  


 (૧) બીમાર વ્યક્તિ, સગર્ભાઓ, અશક્ત, વ્યક્તિઓને સારવાર માટે એટેન્ડન્ટ સાથે અવરજવરની છૂટ રહેશે.  
(૨) મુસાફરોને રેલવે, એરપોટ, ST કે સીટી બસની ટિકીટ રજૂ કર્યથી તેઓને અવરજવરની પરવાનગી આપવાની રહેશે. 
(૩) રાત્રિ કર્ફ્યૂના સમયગાળા  દરમિયા કોઇપણ પ્રકારના રાજકીય, સામાજિક , શૈક્ષણિક,  સાંસ્કૃતિક, ધાર્મિક,  જેવા  સમારંભો યોજી શકાશે નહી.  
(૪) આવશ્યક સેવા સાથે સંકળાયેલ નાગરિકો/અધિકારીઓ, કર્મચારીઓ અવરજવર દરમિયાન માંગણી કર્યાથી જરુરી ઓળખપત્ર રજૂ કરવાના રહેશે. 
 (૫) અનિવાર્ય  સંજોગોમાં  બહાર નીકળેલ  વ્યક્તિઓએ તેમનું ઓળખપત્ર, ડૉક્ટરનું પ્રીસ્ક્રીપશન, સારવારને લગતાં કાગળો અને અન્ય પુરાવાઓ રજુ કર્યેથી અવરજવરની પરવાનગી આપવાની રહેશે. 
(૬)  અનિવાર્ય  સંજોગોમાં  બહાર નીકળેલ વ્યક્તિઓ સાથે ફરજ પરના અધિકારી, કર્મચારીએ માનવીય અભિગમ દાખવવાનો રહેશે.


રાત્રિ કર્ફ્યૂ વાળા 10 શહેરમાં ત્રણ નિયંત્રણ જ્યારે રાજ્યના બાકીના વિસ્તારમાં અન્ય 17 નિયંત્રણો છે. 10 શહેરમાં રાત્રિ કર્ફ્યૂ, દુકાનો-લારી ગલ્લાંઓ, હોટલ-રેસ્ટોરાં અને અન્ય વિસ્તારોમાં રાજકીય-સામાજિક કાર્યક્રમો, લગ્ન પ્રસંગ, અંતિમક્રિયા સિનેમા હોલ, જીમ, વોટરપાર્ક-સ્વિમિંગ પૂલ, લાઇબ્રેરી, ઓડિટોરિયમ-મનોરંજક સ્થળો, જાહેર બાગ બગીચાઓ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના નિયંત્રણો લાગૂ કરાયા છે.