સુરેન્દ્રનગરઃ સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે સૌરાષ્ટ્રમાં રાજકોટ, ભાવનગર પછી સુરેન્દ્રનગરમાં સૌથી વધુ કેસો છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં કોરાનાના એક સાથે 15 કેસ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. શહેરી વિસ્તારમાં આ તમામ કેસો નોંધાયા છે. કોરોના પોઝિટિવ આવેલા તમામ દર્દીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. નોંધનીય છે કે, થાન તાલુકાનો કુલ કોરોના પોઝિટિવ આંક ૩૦ ઉપર પહોંચ્યો છે.
સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરીએ તો જિલ્લામાં ગઈ કાલે સાંજ સુધી 322 એક્ટિવ કેસો હતા. જ્યારે કુલ 228 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેમજ અત્યાર સુધીમાં કોરોનાથી 10 લોકોના મોત થયા છે.