શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
કોરોનાને લઈને ગુજરાત માટે આવ્યા રાહતના સમાચાર, છેલ્લા 12 કલાકમાં એક પણ કેસ ન નોંધાયો
છેલ્લા 12 કલાક દરમિયાન વડોદરામાં એક પુરુષનું કોરોના વાયરસથી મોત થયું છે, જેની સાથે જ રાજ્યમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો છે.
અમદાવાદઃ ગુજરાતના લોકો માટે કોરોનાને લઈને થોડા રાહતના સમાચાર આવ્યા છે. છેલ્લા 12 કલાકમાં ગુજરાતમાં એક પણ કોરોનાનો પોઝિટિવ કેસ આવ્યો નથી. જોકે આગામી 4-5 દિવસ ગુજરાતમાં માટે ખૂબ જ મહત્ત્વના છે. સ્વાસ્થય વિભાગના અગ્ર સચિવ જયંતી રવીએ આ જાણકારી આપી છે.
જોકે છેલ્લા 12 કલાક દરમિયાન વડોદરામાં એક પુરુષનું કોરોના વાયરસથી મોત થયું છે, જેની સાથે જ રાજ્યમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો છે.
મળતી માહિતી પ્રમાણે, આ 55 વર્ષીય દર્દી શ્રીલંકાથી પરત ફરી હતી, ત્યારબાદ તેનો કોરોનાના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. ત્યારબાદ મૃતકના પરિવારના 4 સભ્યોનો પણ ચેપ લાગ્યો હતો. હાલ આ ચારેય લોકો આઈસોલેશનમાં સારવાર હેઠળ છે.
મૃતક વ્યક્તિમાં 16 માર્ચે શંકાસ્પદ કોરોનાના લક્ષણો દેખાવાના શરૂ થયા હતા અને તેઓ 19 માર્ચના રોજ સારવાર માટે દાખલ થયા પછી એમનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ તેમને સારવાર આપવામાં આવી રહી હતી. મૃતકની પત્ની, પુત્ર, પુત્રવધુ અને દીકરી તમામને કોરોના વાઈરસ પોઝિટિવ છે અને તમામની સયાજી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
ગુજરાતમાં અત્યાર સુધી કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધીને 87 પર પહોંચી ગઈ છે. આ સાથે જ પંચમહાલ જિલ્લો ગુજરાતનો 11મો કોરોનાગ્રસ્ત જિલ્લો બન્યો છે.
અમદાવાદ શહેરમાં આઠ નવા કેસ નોંધાતા પોઝિટવ કેસનો આંક 31 પર પહોંચ્યો છે. જ્યારે ગાંધીનગરમાં 11, રાજકોટમાં 10, સુરતમાં 12, વડોદરામાં 9, ભાવનગરમાં 6, ગીર સોમનાથમાં 2, મહેસાણામાં 1, પોરબંદરમાં 3 અને કચ્છમાં 1 અને પંચમહાલમાં 1 પોઝિટવ કેસ મળી કુલ 87 કેસ નોંધાઈ ચૂક્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ક્રિકેટ
ક્રિકેટ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion