Tomato Price: ટામેટાના વધતા ભાવ વચ્ચે કેન્દ્રએ લીધું મોટો નિર્ણય લીધો છે. જેથી હવે  શુક્રવારથી ગ્રાહકોને  રાહત મળી શકે છે.


કેન્દ્રએ નાફેડ, NCCFને મુખ્ય વપરાશ કેન્દ્રોમાં વિતરણ માટે આંધ્ર, કર્ણાટક, મહારાષ્ટ્રમાંથી ટામેટાં ખરીદવાનો આદેશ આપ્યો છે. સરકાર દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર શુક્રવારથી દિલ્હી-એનસીઆર ક્ષેત્રમાં ગ્રાહકોને સબસિડીવાળા ભાવે રિટેલ આઉટલેટ્સ દ્વારા ટામેટાંનું વિતરણ કરવામાં આવશે.


દેશના ઘણા ભાગોમાં ટામેટાના ભાવ 200 રૂપિયા પ્રતિ કિલોને પાર પહોંચી ગયા છે. જથ્થાબંધ મંડીઓમાં પણ તેની કિંમત 150 થી 180 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે. બજારના જાણકારોના મતે છેલ્લા પખવાડિયામાં જ બજારમાં ટામેટાંના ભાવ ચાર ગણા અને કેટલીક જગ્યાએ તેનાથી પણ વધી ગયા છે. ગાઝિયાબાદના જથ્થાબંધ શાકભાજી માર્કેટમાંથી ટામેટાં ખરીદતા અને છૂટક બજારમાં વેચતા સચિન કહે છે કે જૂનની શરૂઆતમાં જે ટામેટાં બજારમાં તેની ગુણવત્તાના આધારે 30 થી 40 રૂપિયાના ભાવે વેચાતા હતા તે હવે 100 થી 180 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે.


GST : સિનેમાના શોખીનો અને કેન્સરના દર્દીઓને મોદી સરકારે આપી મોટી રાહત


 GST કાઉન્સિલની બેઠકમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. GST કાઉન્સિલની 50મી બેઠક મંગળવારે નવી દિલ્હીમાં મળી હતી. નાણામંત્રી નિર્મલા સીતારમણે આ બેઠકની અધ્યક્ષતા કરી હતી. સીતારમણે મંગળવારે સાંજે પ્રેસ બ્રીફિંગ કરીને બેઠકમાં લેવાયેલા નિર્ણયોની માહિતી આપી હતી. GST કાઉન્સિલ ઓનલાઈન ગેમિંગ, હોર્સ રેસિંગ અને કેસિનોના સંપૂર્ણ મૂલ્ય પર 28 ટકા GST વસૂલવા સંમત થઈ છે. સાથે જ હવે સિનેમા હોલમાં ખાવાનું પણ સસ્તું થશે. 


GST કાઉન્સિલે સિનેમા હોલમાં ખાવા-પીવાની વસ્તુઓ પર GST ઘટાડવાનો નિર્ણય લીધો છે. GST કાઉન્સિલે સિનેમા હોલમાં પીરસવામાં આવતા ફૂડ પરનો ટેક્સ ઘટાડીને 5% કર્યો છે. આ સિવાય હવે આયાતી કેન્સરની દવાઓ પર IGST લાગુ નહીં થાય. GST કાઉન્સિલની બેઠકમાં GST ટ્રિબ્યુનલની રચનાને પણ મંજૂરી આપવામાં આવી છે.


સિનેમા હોલમાં હવે ભોજન સસ્તું 


જો તમે ફિલ્મના શોખીન છો તો તમારા માટે એક સારા સમાચાર છે. GST કાઉન્સિલની 50મી બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સિનેમા હોલમાં પીરસવામાં આવતા ફૂડ પરનો GST રેટ ઘટાડીને 5% કરવામાં આવ્યો છે. અગાઉ તે 18 ટકા હતો.









જીએસટી કાઉન્સિલનો નિર્ણય બુધવારના સત્રમાં ઓનલાઈન ગેમિંગ સ્ટોક્સ પર ફોકસ વધારશે. GST કાઉન્સિલે ઓનલાઈન ગેમિંગને ઝટકો આપ્યો છે. કાઉન્સિલે ઓનલાઈન ગેમિંગના સંપૂર્ણ મૂલ્ય પર 28 ટકા GST વસૂલવાનું નક્કી કર્યું છે. રેખા ઝુનઝુનવાલા સમર્થિત નઝારા ટેક્નોલોજીસ, ઝેન્સર ટેક્નોલોજીસ, ડેલ્ટા કોર્પ, ઓનમોબાઇલ ગ્લોબલ, ટેક મહિન્દ્રા, ટીસીએસ અને ઇન્ફોસીસ અત્યારે ટોચના ગેમિંગ શેરોમાં છે.


અને મચી ગયો હોબાળો


GST કાઉન્સિલની બેઠક શરૂ થતાની સાથે જ ઘણા રાજ્યો એક મુદ્દે વિરોધમાં આવી ગયા હતા. વિપક્ષી સરકારો સાથેના વિવિધ રાજ્યોએ આ બેઠકમાં એક નિર્ણય પર ચિંતા વ્યક્ત કરી હતી. આ નિર્ણયમાં, EDને GST નેટવર્ક (GSTN) સાથે માહિતી શેર કરવાની મંજૂરી આપવામાં આવી છે. તેને 'ટેક્સ ટેરરિઝમ' ગણાવતા પંજાબની આમ આદમી પાર્ટી સરકારના નાણામંત્રી હરપાલ સિંહ ચીમાએ કહ્યું કે નાના વેપારીઓ તેનાથી ડરી ગયા છે.


થયા આ સંશોધન


નાણા મંત્રાલયે એક સૂચના દ્વારા પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA), 2022માં સુધારો કર્યો છે. આ અંતર્ગત, GSTની ટેક્નોલોજી આર્મને હેન્ડલ કરતી GSTNને એવી સંસ્થાઓની યાદીમાં સામેલ કરવામાં આવી છે જેની સાથે ED માહિતી શેર કરી શકે છે.