ભુજ: કચ્છના ભુજની જી.કે જનરલ હોસ્પિટલ પાસે દબાણ હટાવ કામગીરી કરાતા મામલો બિચક્યો હતો.  મોટી સંખ્યામાં વેપારીઓ રસ્તા પર ઉતરી આવ્યા અને ચક્કાજામ કર્યો હતો.  જો કે ઘટનાની જાણ થતા જ પોલીસ પહોંચી અને વિરોધ પ્રદર્શન કરનાર તમામની અટકાયત કરી હતી.  શહેરની જી.કે જનરલ હોસ્પિટલ પાસે દબાણ કરનાર લારી-ગલ્લાના વેપારીઓને પાલિકાએ અગાઉ નોટીસ ફટકારી હતી  પરંતુ તેમ છતાં દબાણ ન હટાવાતા આજે પાલિકાની ટીમ પહોંચી અને દબાણ હટાવ્યું હતું. 


જો કે રોષે ભરાયેલા વેપારીઓએ પાલિકાની કામગીરીનો વિરોધ કર્યો અને હોસ્પિટલ પાસે ચક્કાજામ કર્યો હતો. આ ઘટનાસ્થળ પર પોલીસ પહોંચી હતી અને વિરોધ કરી રહેલા લોકોની અટકાયત કરી હતી.  


 


Gandhinagar: કોંગ્રેસના તમામ ધારાસભ્યો આજની કાર્યવાહીમાંથી સસ્પેન્ડ, કોંગ્રેસે ગૃહમાં મોહનથાળનો મુદ્દો ઉઠાવ્યો


કોંગ્રેસના તમામ ધારાસભ્યોને આજની વિધાનસભાની કાર્યવાહીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મંત્રી ઋષિકેશ પટેલે કોંગ્રેસના ધારાસભ્યોને સસ્પેન્ડ કરવાની દરખાસ્ત મૂકી હતી. મંત્રી પ્રફુલ પાનસેરિયાએ દરખાસ્તને ટેકો આપ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યો વેલમાં ઘસી આવ્યા હતા. જે બાદ સર્જન્ટોએ ટિંગા ટોળી કરી ધારાસભ્યોને બહાર કાઢ્યા હતા.


તો કાર્યાલય આપવા અંગે વિચારણા કરવી પડશે


સી જે ચાવડા, ગેની બેન ઠાકોર, તુષાર ચૌધરી, અનંત પટેલ પ્લેકાર્ડ દર્શાવ્યા. તો બીજી તરફ વિધાનસભા ગૃહમાં અધ્યક્ષનું કડક વલણ જોવા મળ્યું. કોંગ્રેસ પક્ષના કાર્યાલયમાં કેટલીક વસ્તું લાવવામાં આવી હોવાની મને માહિતી મળી છે તેમ અધ્યક્ષે કહ્યું હતું.  જો કાર્યાલયનો આવો ઉપયોગ થતો હોય તો કાર્યાલય આપવા અંગે વિચારણા કરવી પડશે.  આવા કર્યો માટે કાર્યાલય ન આપી શકાય.


શું હતી ઘટના?


અંબાજીના પ્રસાદનો મુદ્દો આજે વિધાનસભા ગૃહમાં ગુજ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યોએ અંબાજી પ્રસાદનો મુદ્દો ઉઠાવ્યો હતો. ધારાસભ્ય કાંતિ ખરાડી દ્વારા મુદ્દો રજૂ કરવામાં આવ્યો હતો. અમિત ચાવડા આ મુદ્દા ઉપર ચર્ચા કરવા ઉભા થયા હતા. જે બાદ અધ્યક્ષ દ્વારા બેસવા સૂચના આપી છતાં ના બેસ્યા જે બાદ ભાજપના સભ્યો અને મંત્રીઓ ઉભા થઇ ગયા હતા. કોંગ્રેસના સભ્યોએ જય જય અંબેના નારા લગાવ્યા હતા તો  ભાજપના કેટલાક ધારાસભ્યોએ મોદી મોદીના નારા લગાવ્યા હતા.


મહેસાણાના રાજકારણમાં ભડકો


 વિજાપુરના રાજકારણમાં ફરી ભડકો થયો છે. પૂર્વ ધારાસભ્ય પીઆઈ પટેલને એપીએમસીની ચૂંટણી લડવી ભારે પડી છે. પી આઈ પટેલ, સુરેશભાઈ પટેલ અને ભરત પટેલને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે, પીઆઈ પટેલે ભાજપના મેન્ડેડ ધરાવતા ઉમેદવારો સામે પેનલ બનાવી ચૂંટણી લડી હતી. તો ભરત પટેલે પણ વ્યક્તિગત ઉમેદવારી નોંધાવી હતી.