બગસરામાં ગઈ કાલે ચેમ્બર ઓફ કોમર્સ, વેપારી મંડળ, કરીયાણા એસોસિએશન દ્વારા બે દિવસના બંધની જાહેરાત કરવામાં આવી હતી. સંતોષકારક રીતે પ્રશ્નનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી બજારો બંધ રહેશે તેવી જાહેરાત કરવામાં આવી છે.
નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં રેકોર્ડબ્રેક 1607 નવા કેસ નોંધાયા હતા. જ્યારે કોરોના સંક્રમણના કારણે વધુ 16 લોકોના મોત થયા હતા. આ સાથે જ કોરોનાથી કુલ મૃત્યુઆંક 3938 પર પહોંચ્યો છે.