સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે અને દિવસે ને દિવસે પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં એક જ દિવસમાં કોરોનાથી બે લોકોનાં મોત નિપજ્યાં છે. જિલ્લામાં અત્યાર સુધી કોરોનાથી 10 લોકોનાં મોત નિપજ્યાં છે.


અરવલ્લી જિલ્લામાં એક જ દિવસમાં કોરોનાથી બે લોકોનાં મોત નિપજ્યાં છે. ધનસુરાના વ્રજપુરાકંપામાં 38 વર્ષિય યુવાનનું કોરોનાથી મોત નિપજ્યું હતુ. યુવકના મોત બાદ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

અરવલ્લી જિલ્લામાં કુલ 10 લોકોના કોરોનાથી મોત નિપજ્યાં છે. જ્યારે જિલ્લામાં કુલ 135 કોરોનાને કેસ છે જ્યારે 113 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.