17 ઓક્ટોબરના રોજ અમદાવાદમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. 17 ઓક્ટોબર સુધી માછીમારોને દરિયો નહીં ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે. સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં પહેલા ભારે વરસાદના કારણે તલ અન મગફળીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે ત્યારે હવે વરસાદ કપાસના પાકને નુકસાન પહોંચાડી શકે તેમ છે. જેના કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં શેરડી, કેળના પાકને પણ વરસાદથી નુકસાન પહોંચી શકે છે.
રાજ્યમાં ફરી એક વખત વરસાદનો રાઉન્ડ આવી શકે છે. ભારે વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં 17 ઓક્ટોબર વચ્ચે ફરી એકવાર ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં 16 અને 17 ઓક્ટોબરે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રના અમરેલી,ભાવનગર ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. આ વરસાદના કારણે ખેત પેદાશમાં જીવાતનો ઉપદ્રવ વધી શકે છે. સિઝનનો 135 ટકા કરતા વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે.