ગીર સોમનાથઃ સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસના કારણે લોકડાઉન યથાવત છે. ત્યારે લોકો પોતાના પરિવાર સાથે ઘરોમાં કેદ થઈ ગયા છે જોકે ઘણામાં લોકો એવા છે જે લોકડાઉનન નિયમનું પાલન કરી રહ્યાં નથી. ત્યારે ગીર સોમનાથના જિલ્લાના સુત્રાપાડના ધામળેજ બંદરે એક જ કોમના બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં લોકોનાં ટોળેટોળાં રોડ પર જોવા મળ્યાં હતાં. આ ઘટનામાં એકનું મોત થયું હતું જ્યારે ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતાં.
સુત્રો પ્રમાણે, ગીર સોમનાથના સુત્રાપાડાના ધામળેજ બંદરે એક જ કોમના બે જૂથો સામસામે આવી ગયા હતાં. ફિસિંગ કરવા બાબતે બે જૂથો લાકડીઓ અને અન્ય હથિયારો લઇને આમને સામને આવી ગયા હતા.
માચીમારોના બે જૂથ વચ્ચે થયેલી અથડામણમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. જ્યારે ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ અંગે જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી ત્યાર બાદ સમગ્ર ઘટનાની માહિતી લઈને કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
ગીર સોમનાથના સુત્રાપાડામાં માછીમારોના બે જૂથ વચ્ચેના અથડામણમાં એકનું મોત, લોકોનાં ટોળેટોળાં આવ્યાં
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
16 May 2020 10:43 AM (IST)
ગીર સોમનાથના જિલ્લાના સુત્રાપાડના ધામળેજ બંદરે એક જ કોમના બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં લોકોનાં ટોળેટોળાં રોડ પર જોવા મળ્યાં હતાં. આ ઘટનામાં એકનું મોત થયું હતું
- - - - - - - - - Advertisement - - - - - - - - -