દાહોદઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બે બાળકોની મર્યાદા નો કાયદો દૂર કરવા રજુઆત કરવામાં આવી છે. દાહોદ અને ગરબાડાના ધારાસભ્યોએ મુખ્યમંત્રીને આ અંગે પત્ર લખ્યો છે. દાહોદના ધારાસભ્ય વજેસિંહ પણદા અને ગરબાડાના ચંદ્રિકાબેન બારીયાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને આ કાયદો દૂર કરવા રજૂઆત કરી છે.
તેમણે વસ્તિ નિયંત્રણ માટે સરકારી યોજનાઓના લાભો બંધ કરવાનું ગંભીર સૂચન પણ કર્યું છે. નોંધનીય છે કે, આ કાયદા પ્રમાણે જે વ્યક્તિને બેથી વધુ સંતાનો હોય તે વ્યક્તિ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડી શકતી નથી. આ બે ધારાસભ્યો દ્વારા બે બાળકોની મર્યાદાનો કાયદો દૂર કરવા માટે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. જેથી આ મર્યાદા દૂર થાય, તો જેમને બે બાળકોથી વધુ સંતાનો છે, તેઓ પણ ચૂંટણી લડી શકે. આ સાથે તેમણે વસ્તિ નિયંત્રણ માટે સરકારી યોજનાના લાભો બંધ કરવાનું સૂચન પણ કર્યું છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બે બાળકોની મર્યાદાનો કાયદો દૂર કરવાની કયા બે ધારાસભ્યોએ કરી માંગ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
26 Sep 2020 12:07 PM (IST)
દાહોદના ધારાસભ્ય વજેસિંહ પણદા અને ગરબાડાના ચંદ્રિકાબેન બારીયાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને આ કાયદો દૂર કરવા રજૂઆત કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -